(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi UNGA Speech Live: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું - આતંકવાદ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ન થવો જોઈએ
પીએમ નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 76 માં સત્રને સંબોધિત કરશે. તેઓ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે,
LIVE
Background
પીએમ નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 76 માં સત્રને સંબોધિત કરશે. તેઓ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે, જેમાં COVID-19 વૈશ્વિક મહામારી, આતંકવાદ સામે લડવાની આવશ્યકતા, જલવાયુ પરિવર્તન અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ સહિત વૈશ્વિક પડકારો તરફ ધ્યાન આર્કષિત કરશે.
નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું
પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે જે દેશો આતંકવાદને રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે.
અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંક ફેલાવવા માટે ન થવો જોઈએ: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંક ફેલાવવા અને આતંકવાદી હુમલાઓ માટે ન થાય.
UNમાં સંબોધન આપતા પ્રધાનમંત્રી મોદી
UNમાં સંબોધન આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કેટલાક દેશમાં વધી રહેલો કટ્ટરવાદએ વૈશ્વિક ખતરો છે. કેટલાક દેશ વિકાસ અને માનવતાથી દૂર ભાગી રહ્યા છે.
ચાના સ્ટોલ પર પિતાની મદદ કરનાર બાળક ચોથી વખત યુએનને સંબોધિત કરી રહ્યો છે: પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની લોકશાહીની તાકાત છે કે એક નાનું બાળક જેણે એક વખત રેલવે સ્ટેશનના ચાના સ્ટોલ પર પોતાના પિતાની મદદ કરી હતી તે આજે ભારતના વડાપ્રધાન તરીકે ચોથી વખત યુએનમાં સંબોધન કરી રહ્યો છે.
આપણી વિવિધતા આપણા મજબૂત લોકશાહીની ઓળખ છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, હું તે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું જેને લોકશાહીની માતાનું ગૌરવ છે. આપણી પાસે લોકશાહીની હજારો વર્ષો જૂની પરંપરા છે. આ 15 મી ઓગસ્ટના રોજ, ભારતે આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આપણી વિવિધતા એ આપણી મજબૂત લોકશાહીની ઓળખ છે. એક એવો દેશ જેમાં ડઝનેક ભાષાઓ, સેંકડો બોલીઓ, વિવિધ જીવનશૈલી અને ખાનપાન છે.