શોધખોળ કરો
Advertisement
હવે PM નરેન્દ્ર મોદી કઈ તારીખે કયા-કયા દેશોની લેશે મુલાકાત? જાણો વિગત
હવે પીએમ મોદી સંયુક્ત અરબ અમિરાત(યુએઈ) અને બહરીનના ત્રણ દિવસના પ્રવાસે જશે તેવું મીડિયા રિપોર્ટ્સથી જાણવા મળ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ ભૂતાનના બે દિવસ માયે પ્રવાસે ગયા હતા. જ્યાં નરેન્દ્ર મોદીને બન્ને દેશો વચ્ચે 9 મહત્વના કરાર કર્યાં હતા. હવે પીએમ મોદી સંયુક્ત અરબ અમિરાત(યુએઈ) અને બહરીનના ત્રણ દિવસના પ્રવાસે જશે તેવું મીડિયા રિપોર્ટ્સથી જાણવા મળ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ પ્રવાસની શરૂઆત 23 ઓગસ્ટથી થશે. આ મુકાલાત દરમિયાન પીએમ મોદી બન્ને દેશોના ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આપસી હિતના વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક વાટાઘાટ કરશે.
રિપોર્ટ પ્રમાણે વિદેશ મંત્રાલયએ(MEA) સોમવારે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી પહેલા સંયુક્ત અરબ અમિરાત જશે. જ્યાં તેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયદ’ આપવામાં આવશે. જે યૂએઈના સંસ્થાપક શેખ ઝાયદ બિન સુલતાન અલ નાહયાનના નામ ઉપર છે. ત્યાર બાદ 24 ઓગસ્ટે પીએમ મોદી બહરીનની બે દિવસની મુલાકાતે જશે. આ સાથે ભારતના કોઈ વડાપ્રધાન પહેલીવાર આ ખાડી દેશની યાત્રા કરશે.
રિપોર્ટ મુજબ વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી યાત્રા દરમિયાન અબુધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બિન ઝાયદ નાહયાન સાથે પણ મુલાકાત કરશે અને દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આપસી હિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આપને જણાવી દઈએ કે યૂએઈએ દ્વિપક્ષીય રણનીતિક સંબંધોને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પીએમ મોદીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવાની જાહેરાત એપ્રિલ મહિનામાં કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement