Political Crisis : ભગત સિંહ કોશ્યારીએ કહ્યું - "ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું તો હું શું..."
તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીએ કહ્યું હતું કે, હું માત્ર સંસદીય અને વિધાયક પરંપરાને જાણું છું અને તે મુજબ મેં જે પગલાં લીધાં હતાં તે એ પ્રમાણેના જ હતાં.
Bhagat Singh Koshyari On SC Verdict: સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી અંગે પોતાનો ચુકાદો આપતી વખતે રાજ્યના તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પર આકરી ટિપ્પણી કરી હતી. હવે આ મામલે પર પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીએ કહ્યું હતું કે, હું માત્ર સંસદીય અને વિધાયક પરંપરાને જાણું છું અને તે મુજબ મેં જે પગલાં લીધાં હતાં તે એ પ્રમાણેના જ હતાં. રાજીનામું મારી પાસે આવ્યું ત્યારે શું હું એમ કહું કે, તમે રાજીનામું ના આપશો?
આ અગાઉ શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પાર્ટીના આંતરિક વિવાદોને ઉકેલવા માટે ફ્લોર ટેસ્ટનો ઉપયોગ કરી શકાય નહીં. બંધારણ કે કાયદો રાજ્યપાલને રાજકીય મેદાનમાં પ્રવેશવાની અને આંતર-પક્ષીય અથવા આંતર-પક્ષીય વિવાદોમાં ભૂમિકા ભજવવાની સત્તા આપતું નથી.
"રાજ્યપાલનો નિર્ણય બંધારણ અનુસાર નહોતો"
કોર્ટે કહ્યું હતું કે, રાજ્યપાલ સાથે આવો કોઈ સંચાર જ નહોતો. જેનાથી એ વાતના સંકેત મળે કે, અસંતુષ્ટ ધારાસભ્યો સરકારમાંથી સમર્થન પાછું ખેંચવા માંગે છે. શિવસેનાના ધારાસભ્યોના જૂથની દરખાસ્ત પર વિશ્વાસ રાખી રાજ્યપાલે નિષ્કર્ષ કાઢ્યો હતો કે, ઉદ્ધવ ઠાકરેએ બહુમતી ધારાસભ્યોનું સમર્થન ગુમાવ્યું છે. મહારાષ્ટ્રના ગવર્નરનો નિર્ણય બંધારણ મુજબ નહોતો.
કેસ સાત જજોની બેંચને મોકલવામાં આવ્યો
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલ વતી તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બોલાવવા યોગ્ય નહોતું. જોકે કોર્ટે અહાઉની સ્થિતિને પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું આપી દીધું હતું. કોર્ટે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના વિધાનસભાના સ્પીકરના અધિકાર સાથે સંબંધિત પાંચ જજોની બંધારણીય બેંચના 2016 નાબામ રેબિયાના નિર્ણયને પણ મોટી સાત જજની બેન્ચને મોકલ્યો હતો.
Maharashtra New Governor: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનું રાજીનામું સ્વીકાર્યું, હવે ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મળશે જવાબદારી
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. હવે ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનશે. સાથે જ સીપી રાધાકૃષ્ણનને ઝારખંડના નવા રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવશે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. હવે ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનશે. સાથે જ સીપી રાધાકૃષ્ણનને ઝારખંડના નવા રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવશે