શોધખોળ કરો
Advertisement

મહારાષ્ટ્રઃ CM ઉદ્ધવ ઠાકરેએ કયા ખાતા પોતાની પાસે રાખ્યા, જાણો વિગતે
મહારાષ્ટ્રમાં સરકાર બન્યા અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ આખરે ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પણ તેને મંજૂરી આપી હતી.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બન્યા અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ આખરે ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પણ તેને મંજૂરી આપી હતી. જોકે શિવસેનાની અંદર ધમાસાણ હજુ શરૂ છે. શિવસેનાના અનેક દિગ્ગજ નેતા વિભાગની ફાળવણીથી ખુશ નથી. એનસીપી નેતા અજિત પવારને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આદિત્ય ઠાકરને પર્યાવરણ, પર્યટન ખાતુ સોંપવામાં આવ્યું છે.
શિવસેના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સામાન્ય વહીવટ મંત્રાલય, માહિતી અને ટેકનોલોજી, માહિતી અને જનસંપર્ક, કાયદો અને ન્યાયતંત્ર તથા અન્ય મંત્રીઓને ન ફાળવવામાં આવેલા મંત્રાલયનો હવાલો તેમના હસ્તક રાખ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે સીએમ પદના શપથ લીધા હતા. તેમની સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના બે-બે નેતાએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. આશરે એક મહિના બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.Maharashtra: CM Uddhav Thackeray will hold the charge of Ministry of General Administration, Information&Technology, Information&Public Relations, Law&Judiciary and other departments which have not been allocated to any other Minister. (File pic) pic.twitter.com/YMTbZclQKT
— ANI (@ANI) January 5, 2020
મંત્રી મંડળના વિસ્તરણ બાદ વિભાગોની ફાળવણી નહોતી થઈ શકી. કોંગ્રેસના ઘણા નેતા મંત્રી પદ ન મળવાથી નારાજ હતા, જેના કારણે ખાતાની ફાળવણીમાં વિલંબ થયો હતો. …જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ સોનમ કપૂરનું ટ્વિટ થયું વાયરલ, લખ્યું- રૂઢિવાદીઓ માટે વોટ ન કરો, કારણકે...... ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ#Maharashtra : Governor @BSKoshyari has approved the allocation of portfolios as proposed by Chief Minister Uddhav Thackeray. The portfolios of Cabinet Ministers and Minister of States is as follows: pic.twitter.com/oeo4Om81i1
— CMO Maharashtra (@CMOMaharashtra) January 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement
