President Oath Ceremony: શપથગ્રહણ સમારોહમાં મલ્લિકાર્જુન ખડગેને બેસવા અપાયેલી જગ્યા બાબતે થયો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો
President Oath Ceremony: વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં મલ્લિકાર્જુન ખડગેને તેમના પદ અનુસાર જગ્યા નહતી અપાઈ.
Mallikarjun Kharge Seat Controversy: દ્રૌપદી મુર્મુએ આજ 25 જુલાઈએ સંસદના સેન્ટ્રલ હોલમાં ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જો કે સમારોહમાં વિવાદ ઉભો થયો હતો અને વિરોધ પક્ષો દ્વારા રાજ્યસભાના અધ્યક્ષને એક પત્ર સુપરત કરવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના અનાદરનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ સોમવારે દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથગ્રહણ સમારોહમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને એવી સીટ પર બેસાડવામાં આવ્યા હતા જે તેમના પદની ગરિમાને અનુરૂપ ન હતી.
વિપક્ષ નેતાઓએ રાજ્યસભા અધ્યક્ષને લખ્યો પત્ર
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષ નેતા છે. આથી વિપક્ષી નેતાઓએના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુને એક પત્ર પણ લખીને દાવો કર્યો હતો કે એક વરિષ્ઠ નેતાનું જાણી જોઈને અનાદર કરવામાં આવ્યું છે, જેના વિશે તેઓ આશ્ચર્ય અને વિરોધ વ્યક્ત કરે છે. આ પત્રને ટ્વિટર પર શેર કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુને પત્ર લખ્યા છે.
All Opposition Parties submit a letter to the Rajya Sabha Chairman stating that the Leader of Opposition in Rajya Sabha, Mallikarjun Kharge was made to sit in a seat "not commensurate with the position he holds", at the swearing-in ceremony of President Droupadi Murmu today. pic.twitter.com/TAEZvB53An
— ANI (@ANI) July 25, 2022
મલ્લિકાર્જુન ખડગેની સીટ પર વિવાદ
પત્રમાં આ પક્ષોએ જણાવ્યું હતું કે, "આજે રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં મલ્લિકાર્જુન ખડગેને એવી સીટ પર બેસાડવામાં આવ્યા હતા જે તેમના પદની ગરિમાને અનુરૂપ નથી. અમે આના પર અમારો વિરોધ વ્યક્ત કરવા માટે લખીએ છીએ. વરિષ્ઠ નેતાનું અપમાન કરવામાં આવ્યું છે."
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રીએ આ જવાબ આપ્યો
આ બાબતે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, "મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પ્રોટોકોલનો ભંગ થયો છે. શપથગ્રહણ સમારોહ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે અને તે અગ્રતા ક્રમ અનુસાર સીટ ફાળવવામાં આવે છે જેમાં વિરોધ પક્ષના નેતાની સીટ ત્રીજી હરોળમાં આવે છે."