શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ખતમ, 22 વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગું
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં 22 વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાજ્યપાલ શાસન પૂર્ણ થયા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. રાજ્યપાલની રિપોર્ટ પર કેન્દ્ર સરકારે સોમવારે જ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. આ પહેલા વર્ષ 1990થી ઓક્ટોબર 1996 સુધી જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના સંવિધાનના અનુચ્છેદ 92 અંતર્ગત રાજ્યમાં માત્ર 6 મહિના માટે જ રાજ્યપાલ શાસન લાગુ કરી શકાય છે. આ રાજ્યમાં 1977 બાદ આ વખતે 8મી વખત રાજ્યપાલ શાસન લાગુ થયું હતું.
રાષ્ટ્રપતિ શાસન લાગું થયા બાદ રાજ્યપાલની તમામ સત્તા સંસદ પાસે જતી રહેશે. અહીં હવે કાયદો બનાવવાનો અધિકાર સંસદને રહેશે. નિયમાનુસાર રાષ્ટ્રપતિ શાસનમાં બજેટ પણ સંસદમાંથી પસાર થાય છે. જેના કારણે રાજ્યપાલ શાસનમાં જ લગભગ 89 હજાર કરોડ બજેટ પાસ કરવામાં આવ્યું હતુ. રાષ્ટ્રપતિ શાસનમાં રાજ્યપાલને પોતાની મરજીથી નીતિગત અને સંવિધાનિક નિર્ણય કરવાની સત્તા હોતી નથી. તેના માટે કેન્દ્ર પાસેથી અનુમતિ માંગવી પડે છે.
જમ્મુ-કાશ્મીરમાં ભાજપાએ સમર્થન પાછું ખેંચતા જૂનમાં મહેબૂબા મુફ્તીની સરકાર પડી ગઈ હતી. રાજ્યપાલ શાસનનો સમયગાળો 19 ડિસેમ્બરે પૂર્ણ થયો છે. ગત મહિનામાં કૉંગ્રેસ અને નેકાંના સમર્થનથી પીડીપી અને સજ્જાદ લોને ભાજપના સમર્થનથી સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર રાજ્યપાલ સત્યપાલ મલિકે સરકારના ગઠન માટે ખરીદ-વેચાણ અને સરકાર સ્થિર ન હોવાનો હવાલો આપતા 21 નવેમ્બરે વિધાનસભા ભંગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement