શોધખોળ કરો
Advertisement
શહેરમાં બાઈક સ્કૂટર પર નિકળનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી ? જાણો મોદી સરકારે કરી શું મોટી જાહેરાત ?
દાવો કરવામાં આવ્યો છે કે, મહાનગપાલિકા અથવા નગરપંચાયતની હદમાં 15 કિલોમટીરની અંદર હવે લોકોને હેલમેટ પહેરવાની જરૂરત નથી.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા દરમિયાન ખોટા અહેવાલનો પ્રચાર પ્રસાર પણ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક અહેવાલ હાલમાં સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે જેમાં દાવો કરવમાં આવ્યો છે કે, હવે શહેરથી 15 કિલોમીટરની હદમાં વાહન ચાલકોએ હેલમેટ પહેરવું જરૂરી નથી. આ અહેવાલને પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું છે.
સોશિયલ મીડિયામાં ફરી રહેલ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સાગર કુરમાર જૈન નામના વ્યક્તિની અરજી પર કોર્ટે એક નિર્ણય સંભળાવ્યો છે અને આ અરજીને ટાંકતા દાવો કરવામાં આવ્યો છે કે, મહાનગપાલિકા અથવા નગરપંચાયતની હદમાં 15 કિલોમટીરની અંદર હવે લોકોને હેલમેટ પહેરવાની જરૂરત નથી. એટલું જ નહીં આ મેસેજમાં એ પણ કહેવામાં આવ્યું ચે કે, તમારી પાસે કોઈ ટ્રાફિક પોલીસકર્મી હેલમેટ ન પહેરાવ વિષે સવાલ ઉઠાવે તો કહેવામાં આવે કે શહેરના 15 કિલોમીટરની હદમાં હવે હેલમેટ પહેરવું ફરજિયાત નથી.
PIBએ ફેક્ટ ચેકમાં કર્યો ખુલાસો ભારત સરકારના ઓફીશિયલ ટ્વિટર હેન્ડલ પીઆીબી ફેક્ટ ચેકે આ અહેવાલ પર ફેક્ટ ચેક કર્યું. જેમાં કહેવામાં આવ્યું કે, આ અહેવ એકદમ ખોટા છે. પીઆઈબીએ ટ્વીટ કર્યું કે, “આ દાવો નકલી છે. વાહન ચાલકોએ હજુ પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે.” નોંધનીય છે કે, પીઆઈબી આ પ્રકારના ખોટા અહેવાલ અને દાવા વિશે સાચી માહિતી આપતું રહે છે.दावा : व्हाट्सप्प पर वायरल एक मैसेज में यह दावा किया जा रहा है की शहर से 15 किलोमीटर के दायरे के अंदर वाहन चालकों को अब हेलमेट पहनना अनिवार्य नहीं है#PIBFactCheck : यह दावा फर्जी है! वाहन चालकों को अभी भी हेलमेट पहनना अनिवार्य है l pic.twitter.com/rFQBnV7zDM
— PIB Fact Check (@PIBFactCheck) August 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
દેશ
Advertisement