ખેડૂત આંદોલનની જીત, ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા મોદીનુ એલાન, જાણો શું કહ્યું
વડાપ્રધાન આજે ઉત્તર પ્રદેશના મહોબા અને ઝાંસીના પ્રવાસ પર છે ત્યારે તે અગાઉ દેશને સંબોધિત કરશે.

Background
PM Modi To Address Nation: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગ્યે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન ઓફિસે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. વડાપ્રધાન આજે ઉત્તર પ્રદેશના મહોબા અને ઝાંસીના પ્રવાસ પર છે ત્યારે તે અગાઉ દેશને સંબોધિત કરશે.
आज गुरु नानक जी का प्रकाश पर्व है।
— PMO India (@PMOIndia) November 19, 2021
आज पीएम @narendramodi सिंचाई परियोजनाओं का लोकार्पण करने यूपी के महोबा जाएंगे।
फिर शाम को वो झांसी में राष्ट्र रक्षा समर्पण पर्व में सम्मिलित होंगे।
जाने से पहले वो सुबह 9 बजे राष्ट्र के नाम संदेश देंगे।
પીએમઓએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે આજે ગુરુ નાનકજીનો પ્રકાશ પર્વ છે. આજે વડાપ્રધાન મોદી સિંચાઇ યોજનાઓનું લોકાર્પણ કરવા ઉત્તર પ્રદેશના મહોબા જશે. બાદમાં સાંજે ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં સામેલ થશે. ઉત્તર પ્રદેશ જતા અગાઉ તેઓ સવારે નવ વાગ્યે દેશને સંબોધિત કરશે.
પીએમ મોદીએ શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે હું તમને, આખા દેશને, આ બતાવવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાના અંતમાં શરૂ થઇ રહેલા સંસદ સત્રમાં, અમે આ ત્રણેય કૃષિ કાયદાઓને રિપીલ કરવાની બંધારણીય પ્રક્રિયાને પુરી કરી દેશું.
પીએમ મોદીનુ સંબોધન
પીએમ મોદીએ આજે રાષ્ટ્રના નામે સંબોધન કરતા કહ્યું કે, હું ખેડૂતોના પડકારોને હળવા કરવા માટે આવ્યો છું, અને આજે હુ દેશના ખેડૂતોના મુદ્દાઓ પર જોર આપીશ. પીએમ મોદીએ કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની જાહેરાત કરી દીધી હતી.























