શોધખોળ કરો
Advertisement
મન કી બાત : PM મોદીએ કહ્યું- કારિગલ યુદ્ધ જે પરિસ્થિતિઓમાં થયું હતું, તેને દેશ ક્યારેય નહીં ભૂલે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’થી દેશને સંબોધન કર્યું હતું. ‘મન કી બાત’ કાર્યક્રમનો આ 67મો એપિસોડ હતો.
નવી દિલ્હી: પીએમ મોદીએ ‘મન કી બાત’માં કહ્યું, આજે 26 જુલાઈ છે, આજનો દિવસ મહત્વનો છે. આજે કારિગલ વિજય દિવસ છે. 21 વર્ષ પહેલા આજના દિવસે કારગિલ યુદ્ધમાં આપણી સેનાએ ભારતનો જીતનો ઝંડો ફરકારવ્યો હતો.
કારગિલ યુદ્ધ જે પરિસ્થિતિઓમાં થયું હતું તે, ભારત ક્યારે નહીં ભૂલી શકે. પાકિસ્તાનના મોટા મોટા ઈરાદાથી ભારતની ધરતી પર કબ્જો કરવા અન પોતાને ત્યાં ચાલી રહ્યાં આતંરિક ઝઘડાથી ધ્યાન ભટકાવવાને લઈને દુસ્સાહસ કર્યું હતું. આપ કલ્પના કરી શકો છો કે, ઉંચા પહાડો પર બેઠેલા દુશ્મન અને નીચે લડી રહેલી આપણી સેના, આપણા વીર જવાનો પરંતુ જીત પહાડની ઉંચાઈની નહીં, ભારતની સેનાઓના ઉંચા સાહસ અને સાચી વીરતાની થઈ.
કારગિલ દિવસ પર પીએમ મોદીએ સૌથી પહેલા પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, દુષ્ટનો સ્વભાવ જ હોય છે કે, કોઈ કારણ વગર દુશ્મની કરવી. હિત કરનારનું પણ નુકસાન વિચારવું. મોદીએ કહ્યું પાકિસ્તાને પીઠ પાછળ હુમલો કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું, કારગિલ યુદ્ધ સમયે અટલજીએ લાલ કિલ્લા પરથી જે કહ્યું હતું, તે આજે પણ આપણા બધા માટે ખૂબજ પ્રાસંગિક છે. અટલજીએ તે સમયે દેશને ગાંધીજીના એક મંત્રની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીનો મંત્ર હતો કે, જ્યારે કોઈને કોઈ દ્વીધા હોય, કે તેણે શું કરવું, શું ન કરવુ, ત્યારે તેણે ભારતના સૌથી ગરીબ અને અસહાય વ્યક્તિને વિશે વિચારવું જોઈએ. તેણે વિચારવું જોઈએ કે, તે જે કરી રહ્યાં છે તેનાથી તે વ્યક્તિનું ભલું થશે કે નહીં.
વડાપ્રધાન મોદીએ દેશના નૌજવાનોને આગ્રહ કરતા કહ્યું કે, આજે દિવસભર કારગિલ વિજય અંગે આપણા જાબાજ જવાનોની કહાની, વીર-માતાઓના ત્યાગ વિશે એક બીજાને જણાવ્યો અને શેર કરો. ગેલેન્ટ્રી એવોર્ડ વેબસાઈટ પર વિઝિટ કરો, જ્યાં વીર પરાક્રમી યોદ્ધાઓ અને તેમના પરાક્રમ વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત થશે.
પીએમ મોદીએ કહ્યું- કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી, સતર્ક રહેવાની જરૂરત
કોરોના વાયરસને લઈને પીએમ મોદીએ કહ્યું, ખતરો હજુ ટળ્યો નથી. અનેક વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના સંક્રમણને લઈને પૂરી સાવચેતી રાખવાની છે. માસ્ક ઉપયોગ કરો, બે ગજનું અંતર રાખો, સતત હાથ ધોવાનું રાખો, ગમે ત્યાં થૂંકવું નહી, સ્વચ્છતાનું ધ્યાન રાખો આ જ આપ આપણા હથિયાર છે, જે આપણને કોરોનાથી બચાવી શકે છે.
પીએમ મોદીએ અપીલ કરી કે, જ્યારે પણ તમને માસ્કના કારણે પરેશાની લાગતી હોય, ઉતારવાની ઈચ્છા થાય ત્યારે , બે ઘડી તે ડોક્ટર્સ-નર્સોને યાદ કરો, આપણા કોરોના વોરિયર્સનું સ્મરણ કરો. તેઓએ કહ્યું કે, એકબાજુ કોરોના સામે લડાઈ લડવાની છે ત્યારે બીજી બાજુ કઠોર મહેનતથી, વ્યવસાય, નોકરી, અભ્યાસ, જે પણ કર્તવ્ય આપણે નિભાવીએ છે. તેમાં ગતિ લાવવાની છે. તેને પણ નવી ઉંચાઈ પર લઈ જવાનું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement