શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના કાળમાં ટીવી પર છવાયેલા રહ્યાં PM મોદી, સ્વતંત્રતા દિવસ પર બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્વતંત્રતા દિવસે પીએમ મોદીના કાર્યક્રમને 13.3 કરોડ લોકોએ ટીવી પર નિહાળ્યો હતો અને ટીવી પર આ કાર્યક્રમ 4.64 અરબ મિનિટ સુધી જોવાનો એક અનોખો રેકોર્ડ બની ગયો છે.
ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉન દરમિયાન રેટિંગ સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. નીલસન એન્ડ બ્રોડકાસ્ટ ઓડિયન્સ કાઉન્સિલ (BARC)ના પ્રેઝન્ટેશનમાં સ્વતંત્રતા દિવસે મોદીના કાર્યક્રમને ટેલીવિઝન પર 4.64 બિલિયન એટલે કે 4.64 અરબ મિનિટ સુધી જોવાનો એક અનોખો રેકોર્ડ બની ગયો છે. આ પહેલા કાર્યક્રમ 2018માં 3.59 અરબ મિનિટ અને 2019માં 3.28 અરબ મિનિટ જોવાયો હતો. મોદીના દર્શકોએ આ વર્ષે 152 મિનિટના ભાષણને જોયું હતું.
એટલું જ નહીં, દર્શકોની સંખ્યા પણ વધી છે. આ વર્ષે 13.3 કરોડ લોકોએ કાર્યક્રમ નિહાળ્યો, જ્યારે 2018માં 12.1 કરોડ અને 2019માં 10.9 કરોડ લોકોએ જોયો હતો. આઈએએનએસ એ 27 ઓગસ્ટે બીએઆરસી પ્રમુખ સુનીલ લુલ્લા દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટના 11માં સંસ્કરણની સમીક્ષા કરી હતી. જેમાં અનેક રોચક જાણકારી પણ સામે આવી.
રિપોર્ટ અનુસાર, મોદીને લઈને ઉત્સાહ માત્ર સ્વતંત્રતા દિવસના ભાષણ જ નહીં પરંતુ કોવિડ-19ના પહેલા ભાષણથી લઈને 3 જુલાઈના રોજ લેહમાં જવાનો શહીદ થયા ત્યાં સુધી આપેલા સંબોધન અને અન્ય ભાષણોમાં પણ જોવા મળ્યો. કોરોના મહામારી પર 19 માર્ચે આપેલા પ્રથમ સંબોધનને 1.275 અરબ મિનિટ સુધી 8.3 કરોડ લોકોએ જોયું. 24 માર્ચે આ સંખ્યા બેગણી થઈ પરંતુ ત્રીજા સંબોધનમાં ઘટાડો થયો હતો.
રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ સૌથી વધુ જોવાયો
લોકડાઉન સંબોધન સિવાય યૂપીમાં અયોધ્યા રામ મંદિરના ભૂમિ પૂજ કાર્યકમે તો જૂનો રેકોર્ડ પણ તોડી દીધો. જો કે, કાર્યક્રમમાં મોટાભાગે મોદી મૌન બેઠા હતા અને આ કાર્યક્રમ સૌથી વધુ સમય સુધી ચાલ્યો હતો, તેના બાદ પણ તેને 198 ટીવી ચેનલો પર ફેલાયેલા 16.3 કરોડ દર્શકોએ 7.3 અરબ મિનિટો સુધી પહુંચાડ્યો
જો કે, 50થી વધુ ચીની એપ્સ વિરુદ્ધ મોદીની દંડાત્મક કાર્યવાહીએ તેમને ભારતના સ્માર્ટફોન વર્ગને લઈને જાહેર કરી સંખ્યામાં કોવિડ પહેલાના 81 ટકામાંથી 25 ટકા પર લાવી દીધાં. સ્માર્ટફોન પર સ્ટ્રીમિંગમાં લોકડાઉનના પીક સમય બાદ ઘટાડો થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion