શોધખોળ કરો
પ્રિયંકા ગાંધીનો સરકારને સવાલ- 'નમસ્તે ટ્રમ્પ' પર 100 કરોડ ખર્ચ કર્યા તો મજૂરોને ફ્રીમાં રેલ યાત્રા કેમ નહીં ?
પ્રિયંકાં ગાંધી ટ્વિટ કરીને લખ્યું, "મજૂર રાષ્ટ્ર નિર્માતા છે. પરંતુ આજે તે ઠોકર ખાઈ રહ્યો છે, જે સમગ્ર દેશ માટે આત્મપાડાનું કારણ છે."
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રવાસી મજૂરો પાસેથી રેલવે દ્વારા કથિત રીતે ભાડું લેવાને લઈ સોમવારે સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો કે, જ્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકાય છે તો સંકટના સમયમાં મુસાફરોને ફ્રી રેલ યાત્રાની સુવિધા કેમ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી ?
પ્રિયંકાં ગાંધી ટ્વિટ કરીને લખ્યું, "મજૂર રાષ્ટ્ર નિર્માતા છે. પરંતુ આજે તે ઠોકર ખાઈ રહ્યો છે, જે સમગ્ર દેશ માટે આત્મપાડાનું કારણ છે. " તેણે સવાલ કર્યો, "જ્યારે આપણે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને હવાઈ જહાજથી નિશુલ્ક પરત લાવી શકીએ છીએ, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સરકારી ખજાનમાંથી 100 કરોડ રૂપિયા ખર્ચ કરી શકીએ છીએ, જ્યારે રેલ મંત્રી પીએમ કેયર્સ ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે તો મજૂરોને આ સંકટના સમયમાં નિશુલ્ક રેલ યાત્રાની સુવિધા કેમ આપી શકતા નથી ? "
કોંગ્રેસ મહાસચિવે કહ્યું, કોંગ્રેસ મજૂરોની નિશુલ્ક રેલયાત્રાનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે. દુર્ભાગ્યથી ન સરકારે સાંભળ્યું કે ન રેલ મંત્રાલયે. તેથી કોંગ્રેસે દરેક જરૂરિયાતમંદ શ્રમિક તથા કામદારને ઘરે પરત લાવવાની રેલ યાત્રાની ટિકિટનો ખર્ચ ઉપાડવાનો ફેંસલો લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement