શોધખોળ કરો
Advertisement
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી: પ્રિયંકા ગાંધી સ્ટાર કેમ્પેનર તરીકે ઉતરશે મેદાનમાં
લખનૌ: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની દિકરી પ્રિયંકા ગાંધી આવાનારી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવશે. આ ચૂંટણી પ્રચારમાં પ્રિયંકાને સ્ટાર કેમ્પેનરની ભૂમિકામાં કોંગ્રેસ ઉતારશે.
આ પહેલા પ્રિયંકાએ રાયબરેલી અને અમેઠીમાં માતા સોનિયા અને ભાઈ રાહુલ માટે પ્રચાર કરતી હતી.
પ્રિયંકા ગાંધી આવતા વર્ષે થનારી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 150 જદાહેર સભાઓ યોજશે. રાહુલ ગાંધી વેકેશન પરથી પાછા આવીને કોંગ્રેસની કેમ્પેનની શરૂઆત કરશે. જેમાં જુલાઈ મહિનામાં તે લખનૌ આવીને પ્રિયંકા ગાંધીના નામની પાર્ટીના મુખ્ય કેમ્પેનર તરીકે ઔપચારિક જાહેરાત કરશે.
આ માટે પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસના સ્ટ્રેટેજીસ્ટ પ્રશાંત કિશોર સાથે સતત સંપર્કમાં છે.
પક્ષના એક નેતાએ કહ્યું કે પ્રશાંતની ટીમ દ્વારા જિલ્લા કક્ષા માટે તૈયાર થઈ રહેલા ચૂંટણી ઢંઢેરામાં પણ પ્રિયંકા રસ લઈ રહ્યા છે.
કોંગ્રેસના સત્યદેવ ત્રિપાઠીએ પણ કહ્યું છે કે પ્રિયંકા ગાંધી આવનારી ઉ.પ્ર ચૂંટણીમાં પ્રચાર કરશે.
આ પહેલા પણ અહેવાલો હતા કે જનરલ સેક્રેટરી ગુલામ નબી આઝાદે પ્રિયંકા ગાંધીની મુલાકાત લઈ તેમને મુખ્ય પ્રચારક બનવા માટે વાત કરી હતી.
પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં આવવાની વાતો વર્ષે 2014ની સામાન્ય ચૂંટણી બાદ સંભળાઈ રહી હતી. જોવાનું રહેશે કે તે કેટલી સફળ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement