શોધખોળ કરો
Advertisement
પુલવામા હુમલો: મોદી સરકારના કયા મહિલા મંત્રીએ શહીદો માટે આપ્યો એક મહિનાનો આખો પગાર, જાણો વિગત
નવી દિલ્હીઃ પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોની મદદ માટે આમ આદમી લઈ ઉદ્યોગપતિઓ આગળ આવી રહ્યા છે. આજે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પણ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનો માટે એક મહિનાનો પગાર જમા કરાવ્યો હતો.
ઉમા ભારતીએ ટ્વિટ કરીને લખ્યું કે, પુલવામા હુમલામાં શહીદ જવાનો અને દેશ માટે શહીદ થયેલા જવાનો માટે સર્વસ્વ આપી દઇએ તો પણ ઓછું પડે. મારા તરફથી એક વિનમ્ર ન્યોછાવર.... હું મારો એક મહિનાનો પગાર bharatkeveer.gov.inમાં જમા કરાવું છું.
વાંચોઃ આતંકી હુમલા પર બોલવું ભારે પડ્યું નવજોત સિંહ સિદ્ધૂને, The Kapil Sharma Showમાંથી થઈ હકાલપટ્ટી
બીસીસીઆઇના પ્રેસિડેન્ડ સીકે ખન્નાએ સીઓએ ચીફ વિનોદ રાયને પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 5 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની અપીલ કરી છે.
નાણા મંત્રી અરૂણ જેટલીએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે, પુલવામામાં થયેલી ઘટના બાદ ભારતે પાકિસ્તાનને આપેલો MFNનો દરજજો પરત લઈ લીધો છે. તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાંથી ભારતને નિકાસ કરવામાં આવતી તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકા વધારો કરી દેવામાં આવ્યો છે.जो जवान पुलवामा में शहीद हुए हैं तथा जो भी जवान देश के लिए शहीद हो गए हैं उनके लिए हम अपना सर्वस्व भी अर्पित कर दें तो कम पड़ेगा। अपनी तरफ से एक विनम्र न्योछावर - मैं अपने एक महीने का वेतन https://t.co/hF6nVf7hSF को अर्पित करती हूं।
— Uma Bharti (@umasribharti) February 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement