Punjab Elections 2022: કેપ્ટન અમરિંદર સિંહ ક્યાંથી લડશે ચૂંટણી ?
Punjab Elections 2022: કેપ્ટન અમરિંદર સિંહે રવિવારે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસના 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી
Punjab Elections 2022: કેપ્ટન અમરિંદર સિંહે રવિવારે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસના 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. કેપ્ટન પટિયાલા અર્બનથી ચૂંટણી લડશે. 22 ઉમેદવારોમાંથી 2 માઝામાંથી, 3 દોઆબામાંથી અને 17 માલવા પ્રદેશમાંથી જાહેર કરવામાં આવ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે બીજી યાદી બે દિવસમાં જાહેર કરવામાં આવશે. કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી 38 સીટો પર ચૂંટણી લડી રહી છે. પહેલીવાર અમરિંદર કોંગ્રેસ છોડીને મેદાનમાં ઉતરી રહ્યા છે. આ વખતે તેઓ ભાજપ સાથે ગઠબંધનમાં છે.
પંજાબમાં આ વખતે કેપ્ટન અમરિંદર સિંહ ભાજપ અને શિરોમણી અકાલી દળ યુનાઈટેડ સાથે મેદાનમાં છે. ભાજપે તેના 35 ઉમેદવારોની જાહેરાત કરી છે. તે જ સમયે, શિરોમણી અકાલી દળ સંયુક્તાએ પણ 14 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
This man (Mustafa) should be behind bars. I listened to the video...He is trying to disturb Punjab peace: Former Punjab CM and Punjab Lok Congress leader Captain Amarinder Singh on FIR against Punjab Congress chief Navjot Singh Sidhu's advisor Mohammad Mustafa. pic.twitter.com/rWEglDz1hH
— ANI (@ANI) January 23, 2022
પંજાબ વિધાનસભાની ચૂંટણી 20 ફેબ્રુઆરીએ યોજાશે.અગાઉ 14 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પરિણામોની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરિણામ 10 માર્ચે જ આવશે. પંજાબની વિધાનસભામાં 117 સભ્યો છે. આવી સ્થિતિમાં કોઈપણ પક્ષે સરકાર બનાવવા 59 બેઠકોનો આંકડો મેળવવો પડશે.