Punjab News: પંજાબ સરકારે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને સોંપી આ મોટી જવાબદારી, જાણો
પંજાબ સરકારે AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)ને અસ્થાયી સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
Raghav Chadha Chairman of Advisory Committee: પંજાબ સરકારે AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)ને અસ્થાયી સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે, જેના પછી પક્ષ વિપક્ષી દળોના નિશાના પર છે. પાર્ટીના સૂત્રોએ સોમવારે જણાવ્યું કે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને અસ્થાયી સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમિતિ જનતાને લગતા મુદ્દાઓ પર સરકારને સલાહ આપશે. થોડા દિવસો પહેલા, આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની પંજાબ સરકારે સમિતિની રચના અંગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું અને તે પછી પણ વિરોધ પક્ષોએ તેની રચનાની કાયદેસરતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
નોટિફિકેશન મુજબ, અસ્થાયી સમિતિના પ્રમુખ અધ્યક્ષ રહેશે અને તેના સભ્યો કોઈપણ વળતર, મહેનતાણું અથવા અનુદાન મેળવવા માટે હકદાર રહેશે નહીં. કોંગ્રેસના પંજાબ એકમના વડા અમરિન્દર સિંહ રાજા વડિંગે સોમવારે ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર પર પ્રહારો કર્યા હતા, આક્ષેપ કર્યો હતો કે તે સમિતિ દ્વારા ચઢ્ઢાને વધુ પડતી સત્તા આપી રહી છે. તેમણે કહ્યું કે ચઢ્ઢાની સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવી "તેમને પંજાબના મુખ્ય પ્રધાન બનાવવા સમાન છે." તેમણે ટ્વિટ કર્યું, "પંજાબે આ પરિવર્તન માટે મત આપ્યો નથી. એવું લાગે છે કે ભગવંત માનજીએ પંજાબ સરકારને કોન્ટ્રાક્ટ પર આપી છે.
શિરોમણી અકાલી દળ (SAD) એ પણ AAP સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ પગલાથી સરકાર ચલાવતા રાઘવ ચઢ્ઢાને સત્તાવાર રીતે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. પાર્ટીએ ટ્વીટ કર્યું, "... સર્કસ માસ્ટરે પડદો હટાવીને અસલી ખેલ ચલાવનાર રાઘવ ચઢ્ઢાને સત્તાવાર રીતે સ્ટેજ આપ્યું છે.
આ પણ વાંચોઃ
Gujarat Rain: વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં આટલા લોકોના મોત, 9 હજાર જેટલા લોકોનું સ્થળાંતર
વલસાડમાં મૂશળધાર વરસાદ, ઘરોમાં ભરાયા પાણી, જળબંબાકારની સ્થિતિ, 300થી વધુ લોકોનું સ્થળાંતર