શોધખોળ કરો
Advertisement
કોરોનાની વેક્સિન અંગે રાહુલ ગાંધીએ પીએમ મોદીને શું કરવાની સલાહ આપી, જાણો વિગતે
રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વેક્સિનની ઉપલબ્ધતા અને ઉચિત વિતરણ સુનિશ્ચિત કરવા પર અત્યારથી જ પોતાની રણનીતિ બનાવી લેવી જોઇએ
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીવલેણ કોરોના વાયરસની વેક્સિન પર સરકારને સલાહ આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વેક્સિનની ઉપલબ્ધતા અને ઉચિત વિતરણ સુનિશ્ચિત કરવા પર અત્યારથી જ પોતાની રણનીતિ બનાવી લેવી જોઇએ. રાહુલે કહ્યું કે, વેક્સિન દેશના તમામ લોકો સુધી પહોંચવી જોઇએ.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું- ભારત કૉવિડ-19 વેક્સિન તૈયાર કરનારા દેશોમાંનો એક હશે, આવામાં એ નક્કી કરવુ કે સ્પષ્ટ રીતે યોગ્ય રણનીતિની જરૂર છે.જેનાથી વેક્સિનની ઉપલબ્ધતા અને ઉચિત વિતરણ બરાબર થઇ શકે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોંગ્રેસે આ અત્યારથી જ કરવુ જોઇએ.
ઉલ્લેખનીય છે કે, દુનિયાના કેટલાય દેશો હાલ કોરોનાની વેક્સિન પર કામ કરી રહ્યાં છે. ભારતમાં પણ અમૂક અમૂક જગ્યાઓ પર વેક્સિન પર કામ થઇ રહ્યુ છે. દેશમાં કોરોનાના સંક્રમણના કેસો 24 લાખથી વધુ થઇ ગયા છે. જેથી કોરોના માટે યોગ્ય રણનીતિ બનાવવી જોઇએ.
રાહુલ ગાંધી કોરોના વાયરસ પર સરકારના મોટા આલોચક રહ્યાં છે. મહામારીની શરૂઆતથી જ તેમને સરકાર પર ગંભીરતા રાખવાની સલાહ આપી હતી. હવે વેક્સિનને લઇને સરકારને વિતરણ અંગે સલાહ પણ આપી છે. સમય સમયે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ પણ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement