Bihar Politics: લાલૂ પ્રસાદ યાદવ સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત, ડિનર પર બિહાર કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા ?
રાહુલ ગાંધી શુક્રવારે (4 ઓગસ્ટ) દિલ્હીમાં લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે આરજેડી સુપ્રીમો લાલુ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી.
Bihar Politics: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે (4 ઓગસ્ટ) દિલ્હીમાં લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે આરજેડી સુપ્રીમો લાલુ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી. આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ પણ હાજર હતા.
Joined Sh. @RahulGandhi ji for an extremely cordial meeting with Sh. @laluprasadrjd ji, Sh. @yadatejashwi and their family in Delhi.
— K C Venugopal (@kcvenugopalmp) August 4, 2023
Lalu ji is a paragon of social justice and an inspiration for us all. We are extremely fortunate for his guidance and warmth, we have no doubt… pic.twitter.com/s8BSifhcrA
રાહુલ ગાંધીના અહીં આગમન પર બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવે તેમને પુષ્પગુચ્છ ભેટમાં આપ્યું હતું. રાહુલ ગાંધીને લાલુ પ્રસાદ યાદવ ગળે મળ્યા હતા. આ એક પૂર્વ આયોજિત બેઠક હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં બિહાર સરકારમાં કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા કરવામાં આવી છે. આ પહેલા રાહુલ ગાંધીએ બિહારના પટનામાં લાલુ યાદવ સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું હતું કે ત્યારપછી રાહુલ ગાંધીએ કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી.
રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવી છે
સુપ્રીમ કોર્ટે આજે જ રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સંભળાવવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. જે બાદ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની સાથે તેમના માટે ચૂંટણી લડવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. માનહાનિના આ કેસમાં સુરતની કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી છે.
રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ફરિયાદી (પૂર્ણેશ)ની મૂળ અટક મોદી નથી. તેમની મૂળ અટક ભુટાલા છે. તો પછી તે કેવી રીતે ફરિયાદ કરી શકે. સિંઘવીએ કોર્ટને એમ પણ કહ્યું કે, રાહુલ દ્વારા જે લોકોએ નામ આપ્યું છે. તેઓએ તો આ કેસ દાખલ કર્યો નથી. તેમણે કહ્યું, આ લોકો કહે છે કે, મોદી નામના 13 કરોડ લોકો છે, પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો સમસ્યા માત્ર ભાજપ સાથે જોડાયેલા લોકોને જ થઈ રહી છે.
તેજસ્વી યાદવે કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી
સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધીને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવકાર્ય છે.
https://t.me/abpasmitaofficial