Lok Sabha Elections Result 2024: અયોધ્યામાં કેમ હાર્યું ભાજપ? રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો
Lok Sabha Elections Result 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અયોધ્યા અને ઉત્તર પ્રદેશમાં ભાજપની હાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દેશની જનતાએ ભાજપને જડબાતોડ જવાબ આપી દીધો છે.
Lok Sabha Elections Result 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે, કારણ કે ભાજપ 400 બેઠકો જીતવાનો દાવો કરી રહી હતી, પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે ભાજપ માત્ર 240 બેઠકો જ જીતી શકી હતી. અયોધ્યામાં ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો છે. સપાના અવધેશ પ્રસાદે ફૈઝાબાદ લોકસભા સીટ પર બીજેપીના લલ્લુ સિંહને હરાવ્યા હતા. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અયોધ્યામાં ભાજપની હારનું કારણ આપ્યું છે.
#WATCH | At a public meeting in Kerala's Wayanad, Congress leader Rahul Gandhi says, "BJP lost in Ayodhya, they lost in Uttar Pradesh. They lost because they were attacking the idea of India. In our constitution, India is called a union of states. India is a union of states,… pic.twitter.com/cFk5gaXOtk
— ANI (@ANI) June 12, 2024
કેરળના વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં એક સમુદાયને બીજા વિરુદ્ધ લડાવવાનું કામ કર્યું છે. ચૂંટણીમાં મોદીજી બંધારણને ખતમ કરવાની વાત કરતા હતા, પરંતુ દેશની જનતાએ તેમને જવાબ આપ્યો છે. મોદી અદાણી અને અંબાણી માટે જ કામ કરે છે, દેશના ગરીબો માટે કામ કરતા નથી.
રાહુલ ગાંધીએ ભાજપની હારનું કારણ જણાવ્યું
રાહુલ ગાંધીએ કહ્યું, અયોધ્યામાં ભાજપ હારી ગયું, ઉત્તર પ્રદેશમાં હાર્યું. તેઓ હારી ગયા કારણ કે તેઓ ભારતના વિચાર પર હુમલો કરી રહ્યા હતા. આપણા બંધારણમાં ભારતને રાજ્યોનું સંઘ કહેવામાં આવ્યું છે. ભારત એ રાજ્યો, ભાષાઓ, ઇતિહાસ, સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાઓનું સંઘ છે. તમે બધાએ ફોટો જોયો જ હશે કે નરેન્દ્ર મોદી તેમના માથે બંધારણને લગાવીને ઉભા છે. દેશની જનતાએ આ કરાવ્યું છે. જનતાએ દેશના વડાપ્રધાનને સંદેશ આપ્યો છે કે તમે બંધારણ સાથે છેડછાડ ન કરી શકો.
રાહુલ ગાંધીએ મીડિયા પર કટાક્ષ કર્યો
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે જ્યારે ચૂંટણી શરૂ થઈ ત્યારે ભાજપને સમર્થન કરતા મીડિયાએ કહ્યું કે તેમને 400 બેઠકો મળશે. વડાપ્રધાન પોતે 400 પાર કહેતા હતા. તેમના તમામ વરિષ્ઠ નેતાઓ 400 પાર કરવાની વાત કરી રહ્યા હતા. એક મહિના પછી તેઓએ 300 પાર કહેવાનું શરૂ કર્યું. થોડા સમય પછી '200 પાર' અને બધાએ ચૂંટણીનું પરિણામ જોયું. આ સામાન્ય ચૂંટણી નહોતી. સમગ્ર મીડિયા I.N.D.I.A ગઠબંધનની વિરુદ્ધ હતું. CBI, ED અને સમગ્ર વહીવટીતંત્ર અમારી વિરુદ્ધ હતું. ચૂંટણી પંચે વડાપ્રધાનને અનુકૂળ ચૂંટણીની રૂપરેખા તૈયાર કરી હતી. તમામ પ્રયાસો છતાં વડાપ્રધાન વારાણસીમાં માંડ માંડ હારમાંથી બચી શક્યા. અયોધ્યામાં પણ ભાજપ હારી ગયું, ઉત્તર પ્રદેશમાં પણ હાર્યું.