શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તરાખંડ: રેલવે સાઈન બોર્ડમાં ઉર્દૂમાં લખેલા નામોને બદલી સંસ્કૃત કરાશે
ઉત્તરાખંડમાં રેલવે સ્ટેશનો પર લાગેલા બોર્ડમાં ઉર્દૂ ભાષામાં લખેલા નામને બદલીને સંસ્કૃત કરવામાં આવશે.
દેહરાદૂન: ઉત્તરાખંડમાં રેલવે સ્ટેશનો પર લાગેલા બોર્ડમાં ઉર્દૂ ભાષામાં લખેલા નામને બદલીને સંસ્કૃત કરવામાં આવશે. સંસ્કૃત રાજ્યની બીજા આધિકારીક ભાષા છે. ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે કહ્યું નામ બદલવાનું આ પગલુ રેલવેના નિયમોને અનુરૂપ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ પર સાઈનબોર્ડમાં રેલવે સ્ટેશનના નામ હિંદી અને અંગ્રેજી બાદ સંબંદિત રાજ્યની બીજી આધિકારીક ભાષામાં લખેલા હોવા જોઈએ.
હવે ઉત્તરાખંડ રાજ્યમાં તમામ રેલવે સ્ટેશનોના ઉર્દુમાં લખેલા નામ હટાવીને સંસ્કૃતમાં લખવામાં આવશે.અહીંયા પહેલા રેલવે સ્ટેશનના નામ હિન્દી, અંગ્રેજી અને ઉર્દુમાં લખાતા હતા પણ નવા નિર્ણય બાદ હવે હિન્દુ, અંગ્રેજી અને સંસ્કૃત નામ જોવા મળશે. રેલવે અધિકારીઓએ કહ્યુ છે કે, રેલવેના નિયમ પ્રમાણે દરેક રાજ્યમાં રેલવે સ્ટેશનના નામ હિન્દી, અંગ્રેજી અને રાજ્યની બીજી રાજકીય ભાષામાં લખાતા હોય છે.
2010માં ઉત્તરાખંડે સંસ્કૃતને રાજ્યની બીજી રાજકીય ભાષાનો દરજ્જો આપ્યો હતો. તે વખતે મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ હતુ કે, રાજ્યમાં સંસ્કૃતનો પ્રચાર કરવા આવો નિર્ણય લેવાયો છે. ઉત્તરાખંડના પગલે 2019માં હિમાચલ પ્રદેશે પણ સંસ્કૃતને રાજ્યની બીજી ભાષાનો દરજ્જો આપ્યો છે. રેલવે અધિકારીઓનુ કહેવુ છે કે, તમામ રેલવે સ્ટેશનોના નામનો સંસ્કૃતમાં સાચો અનુવાદ કરવો અમારા માટે પડકાર જનક રહેશે.જે જિલ્લાઓમાં રેલવે સ્ટેશન આવેલા છે તે તમામને પત્ર લખીને સાચુ સંસ્કૃત નામ મોકલી આપવા જણાવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion