શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રેલવેએ 30 જૂન સુધીની બધી ટિકીટો કેન્સલ કરી, મુસાફરોને આપ્યુ રિફંડ
ભારતીય રેલવેએ 30 જૂન 2020 કે તેનાથી પહેલા રેલવેમાં મુસાફરી કરવા માટે બુક કરવામાં આવેલી બધી ટિકીટોને રદ્દ કરી દીધી છે
નવી દિલ્હીઃ લૉકડાઉનની વચ્ચે ઇન્ડિયન રેલવેએ મોટી જાહેરાત કરી છે. ભારતીય રેલવેએ 30 જૂન 2020 કે તેનાથી પહેલા રેલવેમાં મુસાફરી કરવા માટે બુક કરવામાં આવેલી બધી ટિકીટોને રદ્દ કરી દીધી છે. 30 જૂન 2020 સુધી બુક કરવામાં આવેલી બધી ટિકીટોનુ રિફંડ કરી દેવામાં આવ્યુ છે, બધી સ્પેશ્યલ ટ્રેન અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પોતાના સમયાનુસાર દોડશે.
રેલવેએ આ પહેલા 17 મે સુધી ટ્રેનોની ટિકીટ કેન્સલ કરી હતી, હવે રેલવેએ 22 જૂન સુધી બધી ટિકીટોને કેન્સલ કરવાની જાહેરાત કરી છે. ખરેખર, દેશમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો 17મે પુરો થઇ રહ્યો છે, 12 મેએ દેશના નામે સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લૉકડાઉનના ચોથા તબક્કાના પણ સંકેત આપી ચૂક્યા છે, અને 18 મેથી લૉકડાઉન 4 ચાલુ થવાની પુરેપુરી સંભાવના છે.
બધી સ્પેશ્યલ અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચાલુ રહેશે....
સરકારે કોરોના વાયરસ સંક્રમણ રોકવા માટે સામાન્ય રેલ સેવાઓ બંધ કરેલી છે. પણ બધી સ્પેશ્યલ અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોનુ સંચાલન ચાલુ રહેશે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે સામાન્ય રેલ યાત્રાઓ માટે રિઝર્વેશન કરવામાં આવેલી 30 જૂન સુધીની બધી ટિકીટો રદ્દ કરી દીધી છે, પણ શ્રમિકોને તેમના ઘરે મોકલવા માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચાલતી રહેશે.
22 મેથી દેશભરમાં ચાલશે એક્સપ્રેસ ટ્રેનો......
લૉકડાઉનના કારણે હાલમાં દેશમાં સ્પેશ્યલ ટ્રેનો ચાલી રહી છે, સામાન્ય ટ્રેનોની અવરજવર બંધ છે, સ્પેશ્યલ ટ્રેન ચલાવ્યા બાદ હવે રેલવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યુ છે. સાથે જ મુસાફરો હવે વેટિંગ ટિકીટ પણ બુક કરાવી શકશે. પણ 22 મેથી શરૂ થનારી ટ્રેનો માટે મુસાફરો 15 મેથી વેટિંગ ટિકીટ બુક કરાવી શકશે. સ્ટેશનો પર ટિકીટ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે, અને પ્લેટફોર્મ ટિકીટ સહિત કોઇ કાઉન્ટર ટિકીટ નહીં આપવામાં આવે, જોકે રેલવેએ હજુ સુધી ટ્રેનોનુ શિડ્યૂલ જાહેર નથી કર્યુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion