શોધખોળ કરો
Advertisement
ભાઈ ઉદ્ધવના શપથ ગ્રહણમાં સામેલ થશે રાજ ઠાકરે, ફોન કરી શિવસેના પ્રમુખે આપ્યું આમંત્રણ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે આજે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.
મુંબઈ: શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ઉદ્ધવ ઠાકરેનો આ શપથ ગ્રહણ સમારોહ મુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જિ સહિતના મોટા નેતાઓને કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે આજે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.
ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ અને એમએનએસ ચીફ રાજ ઠાકરે પણ ભાઈના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. રાજ ઠાકરેએ થોડા વર્ષો પહેલાં શિવસેનાથી અલગ થઈ તેમની અલગ પાર્ટી બનાવી છે.Praful Patel, NCP: State Cabinet Ministers will be announced in the coming days. Total six leaders, two from each party, will take oath today. #Maharashtra https://t.co/uWnjQEEsi5 pic.twitter.com/I7mhsSaj2v
— ANI (@ANI) November 28, 2019
શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમના શપથગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે. શપથગ્રહણ સમારોહને લઈને શિવેસેના પોતાના મુખપત્ર સામનામાં આજે લખ્યું છે આજે નવો સૂર્યોદય થયો છે. માત્ર મહારાષ્ટ્રમાં જ નહી આજે સમગ્ર દેશમાં 15 ઓગસ્ટ 1947 એટલે કે આઝાદી દિવસ જેવો જશ્ન જોવા મળી રહ્યો છે.Eknath Shinde, Shiv Sena: We've invited all big leaders from the centre and state including the Prime Minister. Aditya Thackeray himself went to invite Congress Pres Sonia Gandhi. We've also invited former Maharashtra CM and Raj Thackeray. Everyone should witness the historic day pic.twitter.com/K0VLTYOUCq
— ANI (@ANI) November 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement