Rajasthan Politics: રાજસ્થાન કોંગ્રેસમાં બળવો, ગેહલોત જૂથના તમામ ધારાસભ્યો રાજીનામું આપશે
આ બેઠક માટે કોંગ્રેસ અધ્યક્ષે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને નિરીક્ષક અને પ્રભારી બનાવ્યા છે.
Rajasthan Congress Legislative Party Meeting: રાજસ્થાનમાં સીએમ બદલવાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. સીએમ અશોક ગેહલોત દ્વારા કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની જાહેરાત બાદ નેતૃત્વ પરિવર્તન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠક માટે કોંગ્રેસ અધ્યક્ષે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને નિરીક્ષક અને પ્રભારી બનાવ્યા છે.
સીએમ અશોક ગેહલોત હોટલથી તેમના નિવાસસ્થાને રવાના થઈ ગયા છે. બંને નિરીક્ષકો, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન સીએમ આવાસ પર પહોંચી ગયા છે. ધારાસભ્ય દળની બેઠક થોડા સમયમાં શરૂ થઈ શકે છે. પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ સહિત 25 ધારાસભ્યો સીએમ આવાસ પર હાજર છે. આ તમામ સચિન પાયલટ ગ્રુપ અને અન્ય કેટલાક ધારાસભ્યો છે.
ગેહલોત સમર્થક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે
શાંતિ ધારીવાલના ઘરેથી ગેહલોત જૂથના ઘણા ધારાસભ્યો સ્પીકર સીપી જોશીના ઘરે પહોંચ્યા છે. ગેહલોતનું સમર્થન કરતા ધારાસભ્યો સામૂહિક રીતે રાજીનામું આપી શકે છે. લગભગ 82 ધારાસભ્યોએ તેમના રાજીનામા લખ્યા છે, જે તેઓ સ્પીકરના ઘરે પહોંચ્યા છે. સ્પીકરના ઘરે જતા પહેલા પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું, "તમામ ધારાસભ્યો નારાજ છે અને રાજીનામું આપી રહ્યા છે. ધારાસભ્યો નારાજ છે કે સીએમ અશોક ગેહલોત તેમની સલાહ લીધા વિના નિર્ણય કેવી રીતે લઈ શકે છે. સીએમ ગેહલોત ધારાસભ્યોની સલાહ પર ધ્યાન આપે. અમારી સાથે 92 ધારાસભ્યો છે.
શાંતિ ધારીવાલના ઘરે ગેહલોત કેમ્પની બેઠક યોજાઈ હતી
આ બેઠક પહેલા અશોક ગેહલોતના નજીકના મંત્રી શાંતિ ધારીવાલના ઘરે ધારાસભ્યોની બેઠક પણ યોજવામાં આવી છે. આ બેઠકના કારણે ધારાસભ્ય દળની બેઠક મોડી પડી છે. અગાઉ ધારાસભ્ય દળની બેઠક 7 વાગ્યાથી શરૂ થવાની હતી. શાંતિ ધારીવાલના ઘરે મળેલી બેઠકમાં ગેહલોત જૂથના લગભગ 65 ધારાસભ્યો હાજર રહ્યા હતા.
સચિન પાયલટના નામ સાથે સહમત નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ધારાસભ્યોએ કહ્યું છે કે જો સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot)કોંગ્રેસ અધ્યક્ષ તરીકે કેન્દ્રમાં જાય છે અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપે છે, તો નવા મુખ્યમંત્રી 102 ધારાસભ્યોમાંથી બનાવવામાં આવે જે પાયલટની સરકારને તોડવાની કોશિશ દરમિયાન તેઓ કોંગ્રેસની સાથે હતા. સચિન પાયલટના નામે ગેહલોત કેમ્પ બળવા પર ઉતરી આવ્યો છે.
Jaipur, Rajasthan: All the MLAs are angry & are resigning. We are going to the speaker for that. MLAs are upset that how can CM Ashok Gehlot take a decision without consulting them: Pratap Singh Khachariyawas pic.twitter.com/xUFlx3lUPV
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 25, 2022