(Source: ECI/ABP News/ABP Majha)
Rajasthan Omicron Case: જયપુરમાં ઓમિક્રોન વેરિઅન્ટના 9 કેસ નોંધાયા હડકંપ, જાણો દેશમાં કુલ કેસની સંખ્યા કેટલી થઈ ?
Omicron Case News: રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા છે.
Omicron Case News: રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા છે. દક્ષિણ આફ્રીકાથી પરત આવેલા ચાર લોકો સહિત કુલ 9 લોકો ઓમિક્રોન સંક્રમિત નોંધાયા છે.
Total 9 cases of Omicron variant reported in Rajasthan's Jaipur so far: State Health Dept
— ANI (@ANI) December 5, 2021
આ પહેલા બેંગ્લુરુમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો છે. દિલ્હીમાં આજે સવારે ઓમિક્રોન વેરિઅન્ટનો નવો કેસ નોંધાયો હતો. મહારાષ્ટમાં આ પહેલા 1 કેસ નોંધાયો હતો આજે સાત નવા કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 8 કેસ થયા છે. રાજસ્થાનના જયપુરમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાતા દેશમાં હાલ ઓમિક્રોન વેરિઅન્ટ કેસની સંખ્યા 21 પર પહોંચી છે.
દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે. કેન્દ્ર સરકાર આ મામલા પર રાજ્યોના સતત સંપર્કમાં છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને કોરોનાના મામલામાં પત્ર લખ્યો હતો અને ચેતવણી આપી હતી. સાથે જ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને રોકવા માટે જરૂરી પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા.
કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે પત્ર લખીને રાજ્યોમાં વધતા કોરોનાના કેસને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે તમિલનાડુ, કર્ણાટક, કેરલ, ઓડિશા, મિઝોરમ અને જમ્મુ કાશ્મીરને પત્ર લખીને કોરોનાના વધતા કેસને કાબૂમાં લેવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સાથે સાથે વધુમાં વધુ રસીકરણ કરવાના નિર્દેશ આપ્યા છે.
એટલું જ નહી રાજ્યોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે જરૂરી પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા. સ્વાસ્થ્ય સચિવે ઓમિક્રોનને રોકવા પગલા ભરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 27 નવેમ્બરના રોજ લખેલા પત્રને ટાંકીને કહ્યું કે અગાઉ જ સલાહ આપવામાં આવી છે કે તમામ રાજ્ય ઇન્ટરનેશનલ પેસેન્જર્સ પર નજર રાખે અને કોરોનાના હોટસ્પોટ ક્ષેત્રો પર ધ્યાન રાખે. સાથે કોરોના સંક્રમિત મુસાફરોની ઓળખ કરે.