શોધખોળ કરો

દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત આ દિગ્ગજ નેતા પહોંચ્યા રાજ્યસભા, જાણો કોને મળી ક્યાંથી જીત

રાજ્યસભા સાંસદની આ ચૂંટણીમાં કેટલાક રાજ્યોમાં ભાજપ કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી.

નવી દિલ્હી: દેશના આઠ રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો પર શુક્રવારે મતદાન થયું હતું. તમામ બેઠકોના પરિણામ પણ સામે આવી ગયા છે. રાજ્યસભા સાંસદની આ ચૂંટણીમાં કેટલાક રાજ્યોમાં ભાજપ કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. ભાજપને ગુજરાતમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં બે બેઠકો મળી છે, જ્યારે કૉંગ્રેસને રાજસ્થાનમાં બે અને ગુજરાત-મધ્યપ્રદેશમાં એક-એક બેઠક મળી છે. મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહે મેળવ્યા સૌથી વધુ મત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશમાં સૌથી વધુ મત મળ્યા છે. તેમને 57 મત સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને 56 અને ભાજપના સુમેર સિંહ સોલંકીને 55 મત મળ્યા છે. ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ પણ થયું. ભાજપના ધારાસભ્ય ગોપીલાલ જાટવે પોતાની પાર્ટીના ઉમેદવારની જગ્યાએ કૉંગ્રેસ ઉમેદવારને મત આપ્યો હતો. ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. ભાજપના ઉમેદવાર અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને નરહરી અમીનની જીત મળી છે.જ્યારે કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલની જીત થઈ છે. કૉંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. મણિપુરની એકમાત્ર બેઠક પર થયેલી ચૂંટણીમાં ભાજપને સફળતા મળી છે. અહીં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર થઈ હતી. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામમાધવે જણાવ્યું કે મણિપુરમાં ભાજપના ઉમેદવારને 28 અને કૉંગ્રેસના ઉમેદવારને 24 મત મળ્યા છે. અહીં ભાજપના લેસેમ્બા સનાજઓબાને જીત મળી છે. ઝારખંડથી દીપક પ્રકાશ અને મેધાલયથી ડૉ ડબ્લ્યૂ આર ખરલુખીને જીત મળી છે. મેધાલયમાં નેશનલ પીપુલ્સ પાર્ટીના ઉમેદવારને જીત મળી છે. અહીં ડૉ ડબ્લ્યૂ આર ખરલુખીને જીત મળી છે. જ્યારે ઝારખંડમાં બે બેઠકો પર થયેલી ચૂંટણીમાં એક બેઠક પર ભાજપને જીત મળી જ્યારે એક બેઠક પર જેએમએમને જીત મળી છે. અહીં ભાજપમાંથી દીપક પ્રકાશ અને જેએમએમમાંથી શિબૂ સોરેન રાજ્યસભા માટે ચૂંટાયા છે. આંધ્ર પ્રદેશની ચારેય બેઠકો પર વાઈએસઆરનો કબજો આંધ્ર પ્રદેશમાં રાજ્યસભાની તમામ ચાર બેઠક વાઈએસઆર કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી છે. જેમાં દિગ્ગજ નેતા પરિમલ નથવાણીએ શાનદાર જીત મેળવી છે. રાજસ્થાનમાં કૉંગ્રેસને મળી મોટી સફળતા રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી થઈ હતી. અહીં ભાજપને એક અને કૉંગ્રેસને બે બેઠકો પર જીત મળી હતી. કૉંગ્રેસમાંથી કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગી રાજ્યસભા માટે ચૂંટાયા છે. ભાજપમાંથી રાજેંદ્ર ગહલોતને જીત મળી. વાનલાલવેનાએ મિઝોરમથી જીત મેળવી મિઝોરમની એકમાત્ર બેઠક પર રાજ્યસભા માટે મિઝો નેશનલ ફ્રંટ (એમએનએફ)ના વાનલાલવેનાએ જીત મેળવી છે. વાનલાલવેનાને 39માંથી 27 મત મળ્યા છે.

ટોપ સ્ટોરી

2 વર્ષની બાળકીએ તબલા વગાડી લોકોને કર્યા મંત્રમુગ્ધ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ
2 વર્ષની બાળકીએ તબલા વગાડી લોકોને કર્યા મંત્રમુગ્ધ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન

વિડિઓઝ

Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
PM સૂર્ય ઘર યોજના: માત્ર ₹5400માં ઘરની છત પર લાગશે સોલાર સિસ્ટમ? જાણો કોને મળશે લાભ
PM સૂર્ય ઘર યોજના: માત્ર ₹5400માં ઘરની છત પર લાગશે સોલાર સિસ્ટમ? જાણો કોને મળશે લાભ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
Embed widget