(Source: ECI/ABP News/ABP Majha)
રામદેવ પણ લેશે કોરોના રસી, કહ્યું- ડોક્ટરો સાથે નહીં ડ્રગ માફિયાઓ સથે લડાઈ, ઇમરજન્સીમાં એલોપેથી જ શ્રેષ્ઠ
બાબા રામદેવે આગળ કહ્યું કે, “અમે ઇચ્છીએ છીએ કે દવાઓના નામ પર કોઈને પરેશાન ન કરવામાં આવે અને લોકોએ બિનજરૂરી દવાઓથી બચવું જોઈએ. તેમાં કોઈ શંકા નથી કે એલોપેથી ઇમરજન્સી કેસ અને સર્જરીમાં શ્રેષ્ઠ છે.”
હરિદ્વારઃ એલોપેફીની સારવાર પર ટિપ્પણ કરીને વિવાદમાં આવેલ યોગગુરુ બાબા રામદેવ પણ હવે કોરોના વાયરસની રસી લેશે. પીએમ મોદીએ 21 જૂનથી દેશના દરેક રાજ્યમાં 18 વર્ષથી ઉપરના દરેક લોકોને ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરી છે. તેને લઈને બાબા રામદેવે પણ રસી લેવાની અપીલ કરી છે અને કહ્યું કે, હું પણ ટૂંકમાં જ રસી લઈશ. બાબા રામદેવે લોકોને કહ્યું કે, તે યોગ અને આયુર્વેદાનો અભ્યાસ કરે. યોગ બીમારીઓ વિરૂદ્ધ એક ઢાલ તરીકે કામ કરે છે અને કોરોને કારણે થનારી મુશ્કેલીઓમાંથી બચાવે છે.
ડ્રગ માફિયાઓની પર ટિપ્પણી કરતાં રામદેવે કહ્યું, “અમારી કોઈ સંગઠન સાથે દુશ્મની નથી અને તમામ સારા ડોક્ટર ધરતી પર ભગવાન દ્વારા મોકલવામાં આવેલ દૂત છે. તેઓ આ ગ્રહ માટે એક ભેટ છે. અમારી લડાઈ દેશા ડોક્ટરો સાથે નથી. જે ડોક્ટરો અમારો વિરોધ કરી રહ્યા છે તે કોઈ સંસ્થા દ્વારા નથી કરી રહ્યા.”
એલોપેથી ઇમરજન્સી કેસમાં અને સર્જિ માટે શ્રેષ્ઠ- રામદેવ
બાબા રામદેવે આગળ કહ્યું કે, “અમે ઇચ્છીએ છીએ કે દવાઓના નામ પર કોઈને પરેશાન ન કરવામાં આવે અને લોકોએ બિનજરૂરી દવાઓથી બચવું જોઈએ. તેમાં કોઈ શંકા નથી કે એલોપેથી ઇમરજન્સી કેસ અને સર્જરીમાં શ્રેષ્ઠ છે.” તેમણે કહ્યું, પીએમ જન ઔષદિ સ્ટોર ખોલવા પડ્યા, કારણ કે ડ્રગ માફિયાઓએ ફેન્સી દુકાનો ખોલી છે, જ્યાં તે માળખાકીય અને જરૂરીને બદલે વધારે કિંમતો પર બિનજરૂરી દવાઓ વેચી રહ્યા છે.”
એલોપેથીની સારવાર પર રામદેવે શું દાવો કર્યો હતો ?
બાબા રામદેવે વિતેલા મહિને એલોપેથીની સારવારને લઈને ટિપ્પણી કરી હતી. તેમણે કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, કોરોનાની સારવારમાં એલોપેથિક દવાઓ લેવાને કારણે લાખો લોકો મરી ગયા.” તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યાર બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવ વિરૂદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. એલોપેથીને બદનામ કરનારા લોકો પર કાર્રવાઈ કરવા માટે આઈએમએએ પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો.