શોધખોળ કરો

Republic Day 2023: ગણતંત્રના દિવસે પરેડમાં જોવા મળશે નારી શક્તિ, મહિલાઓ પર કેન્દ્રિત હશે કાર્યક્રમ

આ ટેબ્લો ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિને દર્શાવવાનો પણ પ્રયાસ કરશે

Republic Day 2023: પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા શક્તિ પર આધારિત શ્રેણીબદ્ધ મહિલા-કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ઓલ વુમન બેન્ડ માર્ચ પણ આમાં સામેલ થવા જઈ રહી છે. આ દિવસની ઉજવણી નિમિત્તે ઊંટો પર સવાર સીમા સુરક્ષા દળના જવાનોની ટુકડી પણ પરેડમાં ભાગ લેવા જઈ રહી છે.

325000 કર્મચારીઓ સાથે ભારતનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ CRPF પણ મહિલા સશક્તિકરણ પર એક ઝાંખી તૈયાર કરી રહ્યું છે. CRPFની ટુકડી નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે કાર્યક્રમ માટે રિહર્સલ કરી રહી છે. આ ટેબ્લો ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિને દર્શાવવાનો પણ પ્રયાસ કરશે. આ વખતે ઝાંખીનું નેતૃત્વ અને કામ કરવાની જવાબદારી CRPFને આપવામાં આવી છે અને ગૃહ મંત્રાલયની દેખરેખ હેઠળ અન્ય દળો આમાં સહયોગ કરશે.

ઈજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ હશે

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સિસી આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનવાના છે. આ વર્ષે ભારત અને ઇજિપ્ત તેમના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ થોડા દિવસ પહેલા ઈજિપ્તના પ્રવાસે ગયા હતા. બંને આ વર્ષે ઓક્ટોબરમાં ઈજિપ્ત ગયા હતા. આ દરમિયાન બંને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સિસીને મળ્યા અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ આપ્યો હતો.

આ વર્ષ માટે સંરક્ષણ મંત્રાલયે તમામ પ્રતિભાગીઓને તેમની ઝાંખીઓનું પ્રદર્શન કરવા માટે લોકપ્રિય સંસ્થાઓના યુવા ડિઝાઇનરોને સામેલ કરવા જણાવ્યું છે. મંત્રાલયે સૂચન કર્યું કે, દરેક વ્યક્તિએ ઝાંખીઓના તેજસ્વી પ્રદર્શન માટે ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે વોલ એટલે કે LEDનો ઉપયોગ કરવો જોઈએ. રોબોટિક્સનો ઉપયોગ કરીને સામગ્રી ખસેડવા માટે ઉપયોગ કરવો જોઈએ. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે ઝાંખી માટે ઇકો-ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવો જરૂરી છે અને પરેડ પછી કેટલાક મહત્વપૂર્ણ સ્થાનો પર પ્રદર્શનની શક્યતાને ધ્યાનમાં લેવી જોઈએ જેથી મહત્તમ સંખ્યામાં લોકો લાભ લઈ શકે.

ટિકિટ ઓનલાઈન લઈ શકાશે

ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઘણા લોકો આવે છે. પરેડ દરમિયાન લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરેડ જોવા માટે ટિકિટ જરૂરી છે. અગાઉ આ ટિકિટ ખાસ કાઉન્ટર પર ઉપલબ્ધ છે. આ વખતે તમે ઓનલાઈન ટિકિટ લઈ શકો છો. મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકારના પોર્ટલ www.aaamantran.mod.gov.in પર પરેડની ટિકિટ બુક કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

Embed widget