Rozgar Mela: PM મોદી આજે 51,000 લોકોને આપશે નિમણૂક પત્રો, દેશભરમાં 46 સ્થળો યોજાશે રોજગાર મેળા
Rozgar Mela: કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે
Rozgar Mela:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (26 સપ્ટેમ્બર) વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51,000 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો આપશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ સોમવારે જણાવ્યું હતું કે PM મોદી આ નિમણૂક પત્રોનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિતરણ કરશે અને ઉમેદવારોને સંબોધિત પણ કરશે. દેશભરમાં 46 સ્થળોએ રોજગાર મેળો યોજાશે.
प्रधानमंत्री श्री @narendramodi वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से रोजगार मेले के अंतर्गत 51,000 व्यक्तियों को नियुक्ति पत्र वितरित करेंगे।
— BJP (@BJP4India) September 25, 2023
लाइव देखें :
📺https://t.co/ZFyEVlesOi
📺https://t.co/vpP0MIos7C
📺https://t.co/lcXkSnOnsV
📺https://t.co/4XQ2GzrhRl pic.twitter.com/wrYa2FZUch
કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી નવી ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારો પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે.
પીએમઓએ કહ્યું કે રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડા પ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોજગાર મેળો વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે.
આ કાર્યક્રમનું આયોજન નવી દિલ્હીના રાયસીના રોડ પર સ્થિત નેશનલ મીડિયા સેન્ટરમાં કરવામાં આવશે અને વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ નિમણૂક પત્ર આપશે.
કાર્યક્રમ કેટલા વાગ્યે થશે
સવારે 10.15 વાગ્યે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં નેશનલ મીડિયા સેન્ટરમાંથી વિવિધ સરકારી મંત્રાલયો અને સંસ્થાઓમાં નવનિયુક્ત નિમણૂક કરનારાઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાનાર આ કાર્યક્રમમાં આ નિમણૂક પત્રોનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિતરણ કરવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે