શોધખોળ કરો
IS આતંકીના ટાર્ગેટ પર હતા RSS અને હિન્દુ સંગઠનોના અનેક નેતા, પૂછપરછમાં થયો ખુલાસો
સ્પેશલ સેલની ધરપકડમાં આવેલા ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ આતંકીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે. જે મુજબ તેઓ દિલ્હી ચૂંટણી દરમિયાન એક પાર્ટીના નેતાને નુકસાન પહોંચાડીને સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવા માંગતા હતા.

(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને હિન્દુ સંગઠનોના અનેક મોટા નેતા IS (ઈસ્લામિક સ્ટેટ) મોડ્યુલવાળા આતંકીઓના નિશાન પર છે. સ્પેશલ સેલની ધરપકડમાં આવેલા ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ આતંકીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે. જે મુજબ તેઓ દિલ્હી ચૂંટણી દરમિયાન એક પાર્ટીના નેતાને નુકસાન પહોંચાડીને સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવા માંગતા હતા. સેલ સાથે સંકળાયેલા સૂત્રોનો દાવો છે કે આઈએસના આતંકીઓની ગણતરી 3 નહીં પરંતુ બે ડઝન નામ ઉભરીને સામે આવ્યા છે. તેમની ધરપકડ અલગ-અલગ સુરક્ષા એજન્સીઓની મદદથી છાપેમારાચાલી રહી છે. સીએએને લઈ થયેલા હિંસક પ્રદર્શન પાછળ પણ તમામ શંકાસ્પદોની ભૂમિકા તપાસવામાં આવી રહી છે. દેશની સૌથી મોટી સુરક્ષા એજન્સી NIA એ આઈએસના નેટવર્ક સાથે જોડાયેલી તપાસમાં સ્પેશિયલ સેલ તથા તમિલનાડુ પોલીને સામેલ કરી છે. જેમાં મોટાભાગના દક્ષિણ ભારત સાથે સંકળાયેલા છે. આતંકીઓ યુપી, દિલ્હી-એનસીઆર, ગુજરાત તથા અન્ય રાજ્યોમાં મોટા ટાર્ગેટ સોંપવામાં આવ્યા છે. જેમાં મોટી સખ્યામાં લોકો ભરતી થઈ રહ્યા છે. સૂત્રોના દાવા પ્રમાણે ખ્વાજા મુઈનુદ્દીન દક્ષિણ ભારતમાં આઈએસનો ટોપ કમાન્ડર છે. તેને પોલીસ અને સેનાના ભરતી કેમ્પ પર હુમલો કરવાનો આદેશ મળ્યો હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો છે. સેલના જણાવ્યા મુજબ આરએસએસના અનેક મોટા નામ આતંકીઓના હિટ લિસ્ટમાં છે. આ લોકો હિન્દુ નેતાઓના પોસ્ટરોના આધારે તેમની ઓળખ કરીને હત્યાનો પ્લાન કરી રહ્યા હતા. સેલ આતંકીઓના કોડની ભાષાને ડિકોડ કરવાની કોશિશ કરી રહી છે. આઈએસ અનેક રાજ્યોમાં નેટવર્ક બનાવી ચુક્યું છે. સંગઠન સાથે સંકળાયેલા લોકો મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને તમિલનાડુમાં બેઠક કરતા હતા. દિલ્હી પોલીસે અત્યાર સુધી આઈએસ આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા 16 લોકોની ઓળખ કરી ચુક્યુ છે. ગુજરાત, તમિલનાડુ, કેરલ અને અન્ટ કેટલાક સ્થલો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કારણે આતંકી ઝફરને ટ્રાંઝિસ્ટ રિમાન્ડ પર ગુજરાતથી દિલ્હી લાવવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતને લાગ્યો મોટો ફટકો, હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં થયો ફેલ વિદ્યાર્થીઓ ક્લાસના બદલે સડકો પર, મુશ્કેલીમાં છે દેશઃ સુનીલ ગાવસ્કરનું નિવેદન 2013થી ભારત નથી જીતી શક્યું કોઈ ICC ટુર્નામેન્ટ, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ જણાવ્યું કેમ હારી જાય છે ટીમ ઈન્ડિયા ?
વધુ વાંચો




















