શોધખોળ કરો

RSS Tiranga DP: RSS અને મોહન ભાગવતે ટ્વિટર પર DP બદલ્યો, તિરંગો લગાવ્યો

આ પછી પીએમ સહિત અનેક મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને સામાન્ય લોકોએ પોતાના ડીપી પર તિરંગાનો ફોટો લગાવ્યો હતો.

Har Ghar Tiranga Campaign: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ સ્વતંત્રતા દિવસ પહેલા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પ્રોફાઇલ પિક્ચર્સ પર તિરંગાની તસવીર મૂકી છે. હાલમાં જ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર દરેકને પોતાનો ડીપી બદલીને તિરંગો મૂકવાની અપીલ કરી હતી. આ પછી પીએમ સહિત અનેક મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને સામાન્ય લોકોએ પોતાના ડીપી પર તિરંગાનો ફોટો લગાવ્યો હતો.

જોકે, આરએસએસ અને સંગઠનના વડા મોહન ભાગવતે પોતાનો ડીપી બદલ્યો ન હતો. જે બાદ આરએસએસ અને ભાજપ વિપક્ષના નિશાન પર આવી ગયા હતા. દરમિયાન હવે આરએસએસ અને મોહન ભાગવતે ટ્વિટરનો ડીપી બદલી નાખ્યો છે. બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવે તિરંગાની તસવીર છે.

પોતાના 'મન કી બાત' રેડિયો પ્રસારણ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને 2 થી 15 ઓગસ્ટ વચ્ચે સોશિયલ મીડિયા પર તિરંગાને તેમના ડીપી તરીકે મુકવાની અપીલ કરી હતી.

ભાજપે કોંગ્રેસના નેતાઓના ડીપી પર કટાક્ષ કર્યો

કોંગ્રેસના નેતાઓએ પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુની તિરંગો પકડીને તેમની ડીપી તરીકેની તસવીર લગાવી છે. આ તસવીરને લઈને ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી છે. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમના પરિવારની બહાર જોવું જોઈએ.

પીએમ મોદીની અપીલ બાદ આરએસએસ અને મોહન ભાગવતે પોતાના સોશિયલ મીડિયા પર ડીપી બદલ્યો નહોતો. જે બાદ ભાજપ અને આરએસએસ વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવ્યા હતા. કોંગ્રેસના નેતા પવન ખેરાએ ટ્વિટર પર આરએસએસ અને તેના વડા મોહન ભાગવતના પ્રોફાઇલ ફોટોનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, "સંઘના લોકો હવે તિરંગાને અપનાવો."

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે, "અમે અમારા નેતા જવાહરલાલ નેહરુના હાથમાં ત્રિરંગા સાથેનો ફોટો ડીપી તરીકે લગાવી રહ્યા છીએ, પરંતુ એવું લાગે છે કે વડાપ્રધાનનો સંદેશ તેમના પરિવાર સુધી પહોંચ્યો નથી. જેમણે 52 વર્ષ સુધી નાગપુરમાં પોતાના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો નથી. શું તેઓ વડાપ્રધાનની વાત માનશે?

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે પીએમ મોદી અને RSS પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "પીએમ મોદી કહે છે કે તેમનો આધાર આરએસએસની વિચારધારા છે. તેઓ અમને તિરંગાને ડીપીમાં મુકવા અને રેલીઓ કાઢવાનું કહી રહ્યા છે, પરંતુ આરએસએસએ સ્વતંત્ર ભારતને નકારી કાઢ્યું."

ટોપ સ્ટોરી

અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Embed widget