શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
RSSના વેલીંગકરની ગોવાના અધ્યક્ષપદેથી હકાલપટ્ટી, અમિત શાહ સામે ફરકાવ્યા હતા કાળા વાવટા
નવી દિલ્લી: બુધવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સુભાષ વેલીંગકરને ગોવાના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અઠવાડિયા પહેલા વેલીંગકરના પક્ષના લોકોએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ જ્યારે ગોવાની મુલાકાતે હતા ત્યારે તેમની કાળા વાવટા ફરકાવ્યા હતા.
વેલીંગકર રાજ્યની ભાજપ સરકાર સામે શૈક્ષણિક સંસ્થાઓને મળતી સરકારી ગ્રાંટના મુદ્દે પ્રહારો કરી રહ્યા હતા.
સરકાર તરફથી ઈંગ્લિશ મીડિયમની શાળાઓને ચૂકવાતી ગ્રાંટ મુદ્દે તેઓ કેમ્પેન ચલાવી રહ્યા હતા.
આરએસએસના અખિલ ભારતીય પ્રભાત પ્રમુખે એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવી દીધો હતો. તેમણે માહિતી આપી કે વેલીંગકરે ભારતીય ભાષા સુરક્ષા મંચની સ્થાપના કરી હતી. આ પક્ષ ભાજપની વિરૂદ્ધ કામ કરી રહ્યો હતો.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ મુદ્દો ભોપાલમાં થયેલી એક મીટિંગમાં ઉઠાવ્યો હતો. જેમાં આરએસએસના વરિષ્ઠ સભ્યો જેવા કે ભૈયાજી જોશી અને ક્રિષ્ના ગોપાલ હાજર હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રાઇમ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion