'Y કેટેગરીની સુરક્ષામાં બાબા સિદ્દીકીની થઈ ગઈ હત્યા' ફડણવીસનું નામ લઈ શું બોલ્યા સંજય રાઉત ?
બાબા સિદ્દીકીની હત્યા બાદ વિપક્ષ શિંદે સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે અનેક સવાલો ઉઠાવ્યા છે.
Baba Siddique Shot Dead: બાબા સિદ્દીકીની હત્યા બાદ વિપક્ષ શિંદે સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે અનેક સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે Y કેટેગરીની સુરક્ષા હોવા છતાં બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. આ તમામ મુખ્યમંત્રી એકનાથ શિંદેની નિષ્ફળતા છે.
સીએમ શિંદે સંપૂર્ણ નિષ્ફળ
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, 'મહારાષ્ટ્રમાં અગાઉ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હતી. એટલા માટે મુંબઈમાં મોટા ઉદ્યોગો આવ્યા છે. રાજ્યના પૂર્વ મંત્રી રહી ચૂકેલા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. તેમને Y કેટેગરીની રાજ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી છતાં તેમની હત્યા કરવામાં આવી હતી. તેનો અર્થ શું છે ? આમાં મુખ્યમંત્રીની સંપૂર્ણ નિષ્ફળતા છે.
#WATCH | Mumbai, Maharashtra | Baba Siddique Murder case | Shiv Sena (UBT) leader Sanjay Raut says, "In Maharashtra, there has been a good law and order situation. That's why big industries have come to Mumbai. The murder of Baba Siddique had happened yesterday, who was a former… pic.twitter.com/vmI2TxSzx4
— ANI (@ANI) October 13, 2024
લોકોમાં પોલીસનો ડર નથી
સંજય રાઉતે કહ્યું કે જે રીતે મુખ્યમંત્રી શિંદેએ પોલીસનો ઉપયોગ કર્યો છે. જેના કારણે હવે પોલીસ અને કાયદાનો ડર રહ્યો નથી. દિવસે દિવસે ગમે ત્યારે હત્યાઓ થઈ રહી છે. રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સંપૂર્ણ નિષ્ફળ છે. તેમણે રાજીનામું આપવું જોઈએ.
દેવેન્દ્ર ફડણવીસને ગૃહમંત્રી પદ પરથી હટાવી દેવા જોઈએ
આ સાથે સંજય રાઉતે કહ્યું કે રાજ્યપાલે મુંબઈની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે દરમિયાનગીરી કરવી જોઈએ. દેવેન્દ્ર ફડણવીસને ગૃહમંત્રી પદ પરથી હટાવી દેવા જોઈએ.
બાબા સિદ્દીકીની રાજનીતિમાં સફર કેવી રહી ?
બાબા સિદ્દીકી 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 2004 અને 2008 વચ્ચે અન્ન અને નાગરિક પુરવઠા, શ્રમ અને FDA રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. બાબા સિદ્દીકી લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. ગત ફેબ્રુઆરીમાં તેઓ કોંગ્રેસ છોડીને NCPના અજિત પવાર જૂથમાં જોડાયા હતા. તેમના પુત્ર જીશાન સિદ્દીકીને ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી હટાવવામાં આવ્યા હતા.