શોધખોળ કરો
Advertisement
મોદીએ ગુજરાતના CM તરીકેના કયા દિવસોને યાદ કર્યા ? સરદાર સરોવર ડેમને લઈ શું કહ્યું ? જાણો વિગત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જવાબ આપ્યો હતો.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જવાબ આપ્યો હતો અને કોંગ્રેસ પર અનેક શાબ્દિક પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે ગુજરાતના સીએમ તરીકેના દિવસોને યાદ કર્યા હતા.
દેશમાં પાણીની સમસ્યા વધી રહી છે અને તેથી અમે જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. જળ સંકટને અમે ગંભીરતાથી લીધું છું અને તેને ઉકેલવા માટે સરકાર તરફથી મોટા પાયે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પાણીની સમસ્યાથી સૌથી વધારે પરેશાની મહિલાઓ અને ગરીબોને થઈ રહી છે. આપણે સિંચાઈ પદ્ધતિમાં સુધારો કરીને પાણી બચાવી શકીએ છીએ. પાણી બચાવવા માટે સૌએ સાથી મળીને કોશિશ કરવી પડશે.
આ દરમિયાન મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીના દિવસોને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, સરદાર સરોવર ડેમ પાછળ સરદાર પટેલનું દિમાગ હતું. પરંતુ કામમાં સતત વિલંબ થતો ગયો. છ હજાર કરોડનો પ્રોજેક્ટ પૂરો થતાં થતાં સુધી 60 હજાર કરોડ સુધી પહોંચી ગયો. મુખ્યમંત્રી હતો ત્યારે પ્રોજેક્ટ પૂરો કરાવવા માટે ધરણા પર બેસવું પડ્યું. NDA સત્તામાં આવ્યા બાદ કામમાં વેગ આવ્યો અને આજે ઘણા લોકોને તેનો લાભ મળી રહ્યો છે. આજે 4 કરોડ લોકોને પાણી મળી રહ્યું છે. પાણીની તકલીફ રાજસ્થાન અને ગુજરાતના લોકો જાણે છે.
જુગલજીને રાજ્યસભાના ઉમેદવાર બનાવતા તેમના પત્નીએ શું કહ્યું? જુઓ વીડિયોPM Modi in Lok Sabha: Sardar Sarovar Dam was the brainchild of Sardar Patel. But, work on this dam was constantly delayed. As Chief Minister of Gujarat, I had to sit on a fast for this project. After NDA came to power, the work speed increased and it is benefiting many people pic.twitter.com/OLkSIv3OY3
— ANI (@ANI) June 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement