શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સિરમ ઈન્સ્ટિટ્યૂટને ઓક્સફોર્ડની કોરોના રસીના માનવ પરીક્ષણના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણની મળી મંજૂરી, જાણો વિગત
સીરમ ઈન્સ્ટિયૂટ ઓફ ઈન્ડિયાએ દેશમાં ઓક્સફોર્ડની કોરોના રસી માટે એસ્ટ્રાજેનેકા કંપની સાથે કરાર કર્યો છે. જેને કોવિશિલ્ડ નામ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ કોરોના સંક્રમિતોનો આંકડો વધવાની સાથે અનેક દેશો તેની રસી બનાવવામાં લાગ્યા છે. આ દરમિયાન બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તૈયાર થયેલી વેક્સીનને લઈ ભારત સાથે સંકળાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે.ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી કોવિડ-19 રસીના ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાના માનવ પરીક્ષણ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને DGCIએ મંજૂરી આપી છે.
સીરમ ઈન્સ્ટિયૂટ ઓફ ઈન્ડિયાએ દેશમાં ઓક્સફોર્ડની કોરોના રસી માટે એસ્ટ્રાજેનેકા કંપની સાથે કરાર કર્યો છે. જેને કોવિશિલ્ડ નામ આપવામાં આવ્યું છે. આ રસી એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી વિકસિત કરવામાં આવી છે. ભારતમાં તેનું મોટા પાયે ઉત્પાદન થશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટને આ મંજૂરી ઔષધિ મહાનિયંત્રક ડો. વી.જી. સોમાણીએ રવિવારે મોડી રાતે આપી હતી. આ પહેલા તેમણે કોવિડ-19 અંગે બનાવવામાં આવેલી વિશેષ સમિતિ સાથે ઊંડી ચર્ચા વિચારણા કરી હતી. કંપનીએ ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ પહેલા સુરક્ષા સંબંધિત ડેટા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનને જમા કરાવવા પડશે. જેનું મૂલ્યાંકન ડેટા સેફટી મોનિટરિંગ બોર્ડ કરશે.
અધિકારીએ જણાવ્યું કે, ટ્રાયલમાં સામેલ થનારા દરેક વ્યક્તિને ચાર સપ્તાહની અંદર બે ડોઝ આપવામાં આવશે. જે બાદ નક્કી કરેલા સમય પર સુરક્ષા અને રોગપ્રતિકારકતાનું મૂલ્યાંકન કરાશે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની વિશેષ પેનલ પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણથી મળેલા ડેટા પર ગંભીર ચર્ચા કર્યા બાદ કોવિશિલ્ડને ભારતમાં સ્વસ્થ પુખ્તો પર બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણને મંજૂરી આપી છે.
ઓક્સફોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી રસીના બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ હાલ બ્રિટનમાં ચાલી રહ્યું છે. ત્રીજા તબક્કાનું પરીક્ષણ બ્રાઝીલમાં તથા પહેલા અને બીજા તબક્કાનું પરીક્ષણ દક્ષિણ આફ્રિકામાં ચાલી રહ્યું છે. તાજેતરમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે વેક્સીનના ટ્રાયલની મંજૂરી મળતાં જ અમે દેશમાં તેનું પરીક્ષણ શરૂ કરી દઈશું. ઉપરાંત મોટી માત્રામાં વેક્સીન બનાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે.
બિહાર વિધાનસભામાં ગૂંજ્યો સુશાંત સિંહ રાજપૂત કેસ, એક્ટરના પિતરાઈભાઈ અને ધારાસભ્ય નીરજ સિંહે કરી CBI તપાસની માંગ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion