શોધખોળ કરો
Advertisement
બિહાર વિધાનસભામાં ગૂંજ્યો સુશાંત સિંહ રાજપૂત કેસ, એક્ટરના પિતરાઈભાઈ અને ધારાસભ્ય નીરજ સિંહે કરી CBI તપાસની માંગ
સુશાંત સિંહ રાજપૂતની ભાભી અને એલજેપી વિધાન પરિષદની સભ્ય નૂતન સિંહે ગૃહમાં કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત મામલામાં યોગ્ય વાત સામે આવી જોઈએ. આ મામલે સર્વપક્ષીય બેઠક કરીને સીબીઆઈ તપાસની માંગ કરવી જોઈએ.
પટનાઃ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો મામલો આજે બિહાર વિધાનસભામાં ગૂંજ્યો હતો. સુશાંત સિંહના પિતરાઈ ભાઈ અને ધારાસભ્ય નીરજ સિંહે બબલૂએ કહ્યું કે આ મામલાની સીબીઆઈ તપાસ થવી જોઈએ. નીરજ સિંહ ઉપરાંત આરજેડીના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે પણ સીબીઆઈ તપાસની માંગ કરી છે.
સુશાંત સિંહ રાજપૂતની ભાભી અને એલજેપી વિધાન પરિષદની સભ્ય નૂતન સિંહે ગૃહમાં કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત મામલામાં યોગ્ય વાત સામે આવી જોઈએ. આ મામલે સર્વપક્ષીય બેઠક કરીને સીબીઆઈ તપાસની માંગ કરવી જોઈએ.
સુશાંત સિંહની આત્મહત્યા મામલે સતત વધી રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસને લઇને બિહાર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસમાં તકરાર વધી રહી છે. કેસની તપાસ કરવા રવિવારે મુંબઇ પહોંચેલા પટના એસપી વિનય તિવારીને જબરદસ્તીથી ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નારાજગી વ્યક્ત કરી છે.
પટના એસપી વિનય તિવારની જબરદસ્તીથી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ક્વૉરન્ટાઇન કરાયા બાદ બિહારના ડીજીપીએ ખાસ બેઠક બોલાવી છે. એટલુ જ નહીં હવે બિહારના મુખ્યમંત્રીએ પણ બિહાર પોલીસની કામગીરીને યોગ્ય ગણાવી છે. નીતિશ કુમારે કહ્યું કે, બિહાર પોલીસ જવાબદારીથી કામ કરી રહી છે, આવા સમયે એસપીને ક્વૉરન્ટાઇન કરવુ યોગ્ય નથી.
નીતિશ કુમારે આઇપીએસ વિનય તિવારીને ક્વૉરન્ટાઇન કરવા અંગે કહ્યું કે, અમારા ડીજીપીએ તમામ જાણકારી આપી છે. જે પણ થયુ તે ઠીક નથી થયુ, જે કાયદેસરની જવાબદારીથી છે તે બિહાર પોલીસની છે, તે જવાબદારીથી કામ કરી રહી છે. વળી, સીબીઆઇ તપાસના સવાલ પર નીતિશ કુમારે કોઇ જવાબ આપ્યો નહીં. આ પહેલા તેના પરિવારની માંગ પર સીબીઆઇ તપાસની ભલામણ કરવા માટે કહ્યું હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion