શોધખોળ કરો
Advertisement
ભારત સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટને 'કોવીશીલ્ડ' વેક્સિનનો ઓર્ડર આપ્યો, જાણો એક ડોઝની કિંમત કેટલી હશે ?
કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવીશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓર્ડર આપી દીધો છે. SIIના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી.
કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવીશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓર્ડર આપી દીધો છે. SIIના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. આ ઓર્ડર 1 કરોડ 10 લાખ ડોઝ સપ્લાઈ કરવાનો છે. ત્યારબાજ જરૂર પડવા પર સરકાર નવો ઓર્ડર આપી શકે છે. વેક્સિનના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે.
વેક્સિનના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. કોવીશીલ્ડના દર સપ્તાહે એક કરોડથી વધુ ડોઝની સપ્લાઈ કરવામાં આવી શકે છે. સરકારે વેક્સિનેશન માટે 16 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.
આજે સીરમને ઓર્ડર મળ્યા બાદ કાલે એટલે કે મંગળવારે સવારે સીરમ ઈન્સ્ટીટ્યૂટથી વેક્સીન એરપોર્ટ પર મોકલવામાં આવશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા હાલના સમયે કોવિશીલ્ડ વેક્સીનના 5 કરોડ ડોઝ તૈયાર કર્યા છે. કેંદ્ર સરકાર તરફથી 1 કરોડ 10 લાખ ડોઝ સુધી સપ્લાઈનો ઓર્ડર આપ્યો છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થશે.
પુણે એરપોર્ટ પરથી આ વેક્સીની મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને કરનાલના આ ચાર શહેરોમાં બનાવવામાં આવેલા ડેપો પર હવાઈ જહાજથી પહોંચાડવામાં આવશે. બાદમાં દેશમાં અલગ-અલગ ભાગમાં તેણે પહોંચાડવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
ટેકનોલોજી
Advertisement