શોધખોળ કરો
ચંદ્રબાબુ નાયડૂને મોટો ઝટકો, ચાર રાજ્યસભાના સાંસદ TDP છોડી ભાજપમાં સામેલ
સૂત્રોના મતે ટીડીપીમાંથી રાજ્યસભાના સભ્ય સીએમ રમેશ, ટીજી વેંટકેશ, જી મોહનરાવ અને વાઇએસ ચૌધરી ટીડીપી છોડીને ભાજપમાં સામેલ થશે

નવી દિલ્હીઃભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ ટીડીપીના ત્રણ રાજ્યસભાના સાંસદોએ પાર્ટીમાં સતાવાર રીતે સામેલ થયા હતા. જ્યારે એક રાજ્યસભાના સાંસદના પગમાં ઇજા હોવાના પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહી શક્યા નહોતા. ભાજપમાં સામેલ થનારા સાંસદો ટીજી વેંકટેશ, સીએમ રમેશ, વાઇએસ ચૌધરી અને જીએમ રાવ હતા. નડ્ડાએ કહ્યું કે, લાંબા સમયથી આ સાંસદોના મનમાં વિચાર આવી રહ્યો હતો કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે રીતે દેશ આગળ વધી રહ્યો છે અને આંધ્રપ્રદેશના વિકાસ માટે આ તમામ સાંસદો ભાજપમાં સામલે થવા માંગતા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે ટીડીપીના રાજ્યસભાના કુલ છ સભ્યોમાંથી ચાર સભ્યો જો પાર્ટી છોડે છે તો પાર્ટી બદલવાનો કાયદો લાગુ થશે નહીં. એવામાં તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહેશે.TDP MPs of Rajya Sabha- YS Chowdary, CM Ramesh, TG Venkatesh, join BJP in presence of BJP Working President JP Nadda. TDP Rajya Sabha MP GM Rao to formally join later as he is unwell. pic.twitter.com/IU6ximVYtd
— ANI (@ANI) June 20, 2019
તેમણે કહ્યું કે, ગુરુવારે આ સાંસદોએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને કહ્યુ હતું કે તેઓ ભાજપમાં સામેલ થવા માંગે છે. ત્યારબાદ ટીડીપીના સાંસદો અને ભાજપનો પત્ર લઇને અમે ઉપરાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા હતા. હવે આ તમામ ભાજપના સભ્યો છે. આ ચારેય રાજ્યસભાના સાંસદો આવવાથી આંધ્રપ્રદેશમાં ભાજપનો જનાદેશ વધશે. એક તરફ જ્યાં ટીડીપી વડા પોતાના પરિવાર સાથે વિદેશમાં રજાઓ માણી રહ્યા છે ત્યારે તેમની પાર્ટી તૂટતી જોવા મળી રહી છે. તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને રાજ્યસભાના સાંસદ પાર્ટી છોડીને ભગવો ધારણ કરી રહ્યા છે. ભાજપ પાસે હાલની વિધાનસભામાં એક પણ ધારાસભ્ય નથી. જ્યારે છેલ્લી વિધાનસભામાં ભાજપ પાસે પાંચ બેઠકો હતી અને ટીડીપી સાથે તેનું ગઠબંધન હતું.Telugu Desam Party (TDP) MP YS Chowdary on if he is joining BJP: Yes I am joining pic.twitter.com/89IEKauO8I
— ANI (@ANI) June 20, 2019
વધુ વાંચો





















