શોધખોળ કરો
શિવસેના-BJPની 30 વર્ષ જુની દોસ્તી તુટી, અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી આપ્યુ રાજીનામુ
મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપી વચ્ચેની 30 વર્ષ જુની દોસ્તીનો અંત આવ્યો છે, શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી મંત્રી પદેથી રાજીનામુ ધરી દીધુ છે
![શિવસેના-BJPની 30 વર્ષ જુની દોસ્તી તુટી, અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી આપ્યુ રાજીનામુ shiv sena leader arvind sawant resigns as central minister શિવસેના-BJPની 30 વર્ષ જુની દોસ્તી તુટી, અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી આપ્યુ રાજીનામુ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/10204340/sena.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી સત્તાનો ખેલ જોર પકડી રહ્યો છે. રાજ્યમાં શિવસેના સરકાર બનાવવા માટે આગળ આવી ચૂકી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે એનસીપીની શરત માની લીધી છે, આ સાથે જ શિવસેના પોતાના સાંસદ અરવિંદ સાવંતે કેન્દ્રની મોદી સરકારમાંથી મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. રાજીનામુ આપવાને લઇને અરવિંદ સાવંતે કહ્યું કે, જુઠ્ઠાઓની સાથે નથી રહી શકતા. રિપોર્ટ છે કે શિવસેના એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે.
કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ અરવિંદ સાવંતે કહ્યું કે, અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે 50-50નો ફોર્મ્યૂલા નક્કી થયો હતો. બીજેપી આને બાદમાં નકારી દીધો છે. આનાથી અમારા અધ્યક્ષની ઇમેજ ખરાબ થઇ છે. ઠાકરે પરિવાર જે વચન આપે છે જે નિભાવે છે. આવામાં અમે જુઠ્ઠાઓની સાથે નથી રહી શકતા. આવા માહોલમાં હુ મંત્રી બની રહુ તે નૈતિકતાના ધોરણે યોગ્ય નથી. એટલા માટે હું આજે મારુ રાજીનામુ સોંપુ છું.
આ મામલે હવે શિવસેનાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી છે. તેમને ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમતી મળી છે, પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે વાત અટકી હતી, શિવસેનાની માંગ હતી કે, રાજ્યમાં 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બને અને મુખ્યમંત્રી શિવસેનાનો હોય. વળી સામે પક્ષે બીજેપી શિવસેનાની માંગોને નકારી દીધી હતી.
શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરિણામો આવ્યા બાદ સૌથી મોટી પાર્ટી બનીને આવેલી બીજેપીએ સરકાર બનાવવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ રાજ્યપાલે રાજ્યમાં સરકાર બનાવવા માટે શિવસેનાને આમંત્રણ આપ્યુ હતુ. આ અગાઉ એનસીપીએ સ્પષ્ટ કહી દીધુ હતુ કે, ભલે રાજ્યમાં બીજેપી-શિવસેનાની સરકાર બને પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન તો નહીં લાગવા દઇએ, અને બાદમાં કારણે રાજ્યમાં વૈકલ્પિક સરકારના ફોર્મ્યૂલા સામે આવ્યા હતા.शिवसेनेची बाजू सत्याची आहे. अशा खोट्या वातावरणात दिल्लीतील सरकार मध्ये तरी का रहायचे? आणि म्हणूनच मी केंद्रीय मंत्री पदाचा राजीनामा देत आहे. या संदर्भात आज सकाळी ११.०० वा. दिल्ली येथे मी पत्रकार परिषद (Press Conference) घेणार आहे.
— Arvind Sawant (@AGSawant) November 11, 2019
![શિવસેના-BJPની 30 વર્ષ જુની દોસ્તી તુટી, અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી આપ્યુ રાજીનામુ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/11073244/MAhaa-01-300x169.jpg)
![શિવસેના-BJPની 30 વર્ષ જુની દોસ્તી તુટી, અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી આપ્યુ રાજીનામુ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/11073254/MAhaa-06-300x225.jpg)
![શિવસેના-BJPની 30 વર્ષ જુની દોસ્તી તુટી, અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી આપ્યુ રાજીનામુ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/11073248/MAhaa-05-300x201.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)