શોધખોળ કરો
Advertisement
શિવસેનાએ કહ્યું, દેશમાં ઘૂસેલા પાકિસ્તાની, બાંગ્લાદેશી મુસ્લિમોને બહાર કાઢવા જોઈએ પણ...
આ કાયદાનો ફટકો માત્ર મુસલમાનોને જ નહી પરંતુ 30થી 40 ટકા હિંદુઓને પણ લાગશે. આ સત્યને છુપાવવામાં આવી રહ્યું છે.
મુંબઈ: નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે શિવસેનાએ કહ્યું દેશમાં ઘુસેલા પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસલમાનોને કાઢવા જરૂરી, એમાં કોઈ બે મત નથી. પરંતુ તેના માટે કોઈ રાજકીય પક્ષે પોતાનો ઝંડો બદલવો પડે તે આનંદની વાત છે.
શિવસેનાનો ઈશારો રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફ છે. હાલમાં જ રાજ ઠાકરેની પાર્ટીએ પોતાના ઝંડામાં બદલવા કર્યો છે. શિવસેનાએ સામનામાં લખ્યું, રાજ ઠાકરે અને તેમની 14 વર્ષ જુની પાર્ટીએ મરાઠીના મુદ્દે પાર્ટીની સ્થાપના કરી. પરંતુ તેમની પાર્ટી હવે હિંદુત્વ તરફ જઈ રહી છે. શિવસેનાએ મરાઠીના મુદ્દે ખૂબ જ કામ કર્યા છે. જેના કારણે મરાઠીઓ વચ્ચે જવા છતા તેમને હાથે કઈ નથી આવ્યું.
સામનામા લખવામાં આવ્યું છે કે શિવસેનાએ પ્રખર હિંદુત્વના મુદ્દા પર દેશભરમાં જાગરૂતતા સાથે મોટુ કામ કર્યું છે. મુખ્ય વાત એ છે કે શિવસેનાએ હિંદુત્વનો ભગવા રંગ ક્યારેય નથી છોડ્યો. આ રંગ આવો જ રહેશે. શિવસેનાએ મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ એનસીપી સાથે મળી સરકાર બનાવી તેને રંગ બદલવો કઈ રીતે કહી શકાય? આ મુદ્દે લોકોના આક્ષેપ ઓછા અને પેટમાં દુખ વધારે છે.
શિવસેનાએ કહ્યું નાગરિકતા કાયદાને અમારૂ સમર્થન છે અને કાયદાના સમર્થનમાં અમે રેલી યોજવાના છીએ. પરંતુ એક મહિના પહેલા તેમની અલગ નીતિ હતી. રાજ ઠાકરેએ આ કાયદાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે આર્થિક મંદી-બેરોજગારી જેવી ગંભીર મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા અમિત શાહ આ કાયદાની રમત રમી રહ્યા છે. પરંતુ એક જ મહિનામાં રાજ ઠાકરે આ રમતનો શિકાર બની ગયા અને તેમણે સીએએ કાયદાના સમર્થનનો ઝંડો પોતાના ખભા પર રાખી લીધો.
પાર્ટીએ દાવો કર્યો, 'એ વાત તો નક્કી છે, એનઆરસી અને સીએએ કાયદાને લઈને દેશમાં વિરોધ છે અને સરકારને તેનો ફાયદો ઉઠાવવો છે. આ કાયદાનો ફટકો માત્ર મુસલમાનોને જ નહી પરંતુ 30થી 40 ટકા હિંદુઓને પણ લાગશે. આ સત્યને છુપાવવામાં આવી રહ્યું છે. આસામ અથા ઈશાન્ય રાજ્યોમાં હાહાકાર મચી ગયો છે. પૂર્વ રાષ્ટ્રપતિના સંબંધીઓને રાષ્ટ્રીય જનગણનાથી અલગ રાખવામાં આવ્યા છે. ક્યાંક પતિનું નામ છે તો પત્નીનું નામ નથી. ભાઈનું નામ છે તો બહેનનું નામ નથી.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement