શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર દરેક નાગરિકના બેંક ખાતામાં 3000 રૂપિયા જમા કરાવશે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
કેન્દ્ર સરકાર પ્રધાનંત્રી માનધન યોજના અંતર્ગત બધાના ખાતામાં દર મહિને 3000 રૂપિયા જમા કરાવવામાં આવશે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ શું આપણી ઇન્ટરનેટ પર જે કંઈપણ વાંચીએ છીએ અથવા જોઈએ છીએ તે બધું સાચું હોય છે? સોશિયલ મીડિયા પર ઘણી એવી ખોટી જાણકારી અને ફેક સમાચારથી ભરેલ છે. હવે એક યૂટ્યૂબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર પ્રધાનંત્રી માનધન યોજના અંતર્ગત બધાના ખાતામાં દર મહિને 3000 રૂપિયા જમા કરાવવામાં આવશે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જોકે હવે આ વીડિયોને લઈને પીઆઈબી ફેક્ટ ચેક તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે. આ મામલે ટ્વીટમાં સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સરકાર આવી કોઈ યોજના નથી ચલાવી રહી અને આ દાવો ખોટો છે.
દેશમાં ચાલી રહેલ કોરોના કાળમાં તમામ એવાલ સમાચાર અને વીડિોય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં અનેક સરકારી યોજનાઓ અને માધ્યમથી લોકોને રૂપિયા મળવાની વાત કહેવામાં આવી રહી છે. પીઆઈબીએ આવા અનેક વીડિયોના દાવાની પોલ ખોલી દીધી છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર પીઆઈબી ફેક્ટ ચેક મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
IPL 2020: સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં ભુવનેશ્વરના સ્થાને કોનો કરાયો સમાવેશ ? જાણો કોણ છે
Coronavirus: હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા આવ્યા કોરોનાની ઝપેટમાં, લક્ષણો નહોતા છતાં રિપોર્ટ આવ્યો પોઝિટિવ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement