શોધખોળ કરો
Advertisement
સિંઘુ બોર્ડર પર વણસી પરિસ્થિતિ, સ્થાનિક લોકોએ ઉખેડ્યાં ટેન્ટ, ખેડૂતો પર કર્યો પથ્થરમારો
ખેડૂત આંદોલન મુદ્દે એક બાજુ મહાપંચાયત ચાલી રહી છે અને આંદોલન મુદ્દે મંથન થઇ રહ્યું છે ત્યારે બીજી બાજુ આજે સ્થાનિક લોકોએ સિઘુ બોર્ડર પર હુમલો કરી દીધો છે. સ્થાનિક લોકો વેપાર ઠપ્પ થઇ જવાના આરોપ સાથે જગ્યા ખાલી કરાવવા ઉમટી પડ્યાં છે
દિલ્લી:64 દિવસથી ચાલતા ખેડૂત આંદોલનમાં આજે એક નવો વળાંક આવ્યો છે. આજે સિંઘું બોર્ડર પર એક જુથ આવી ગયું અને પથ્થર મારો કરવા લાગ્યો છે. બોર્ડર ખાલી કરવાના નારા સાથે જુથે ખેડૂતના ઘરણા પર હુમલો કર્યો હતો. સ્થાનિકો લોકો રોજગારી ઠપ્પ થઇ ગઇ હોવાના આરોપ સાથે ઉગ્ર બન્યા છે.અને ખેડૂતોના ટેન્ટ ઉખાડી દીધા છે. પરિસ્થિતિ વણસતા મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે ટીયરગેસના સેલ છોડ્યા છે.
26 જાન્યુઆરીએ થયેલા તોફાન બાદ સરકાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ નવા કૃષિ કાયદાના વિરોધ મુદ્દે આજે મહાપંચાયત બોલાવાઇ છે. સિંઘુ બોર્ડર પર ખેડૂતો પર હુમલો કરનાર સ્થાનિક વેપારી હોવાનું સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, લાંબા સમયથી ચાલતા ધરણાના કારણે વેપાર ઠપ્પ થઇ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાબડતોબ મોટી સંખ્યામાં દિલ્લી પોલીસ પહોંચી જતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો છે.#WATCH: Scuffle breaks out at Singhu border where farmers are protesting against #FarmLaws.
Group of people claiming to be locals have been protesting at the site demanding that the area be vacated. pic.twitter.com/XWBu9RlwLP — ANI (@ANI) January 29, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement