શોધખોળ કરો
કાશ્મીરઃ બાદીપુરા જિલ્લામાં એન્કાઉન્ટરમાં 1 જવાન શહીદ, બે આતંકવાદી ઠાર

શ્રીનગરઃ શુક્રવારે સવારે જમ્મુ કાશ્મીરના બાદીપુરા જિલ્લામાં એક એન્કાઉન્ટર દરમિયાન એક જવાન શહીદ થયો હતો. તો જવાનોએ બે આતંકવાદીઓને ઠાક કર્યા હતા. સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, વિશેષ જાણકારીના આધારે સુરક્ષા બળોએ બાદીપુરા નેદખઇ વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. ત્યારે સુરક્ષા બળો અન આતંકવાદી વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે સૈનાનો એક જવાન પણ શહીદ થયો હતો. અધિકારીએ જણાવ્યુ હતું કે, એન્ટાઉન્ટરની જગ્યાએ બે એકે47 રાઇફલ અને અન્ય હથિયાર પણ મળી આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને તના સંગઠનની અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
ગેજેટ
Advertisement
