શોધખોળ કરો
Advertisement
સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનને એકલું પાડીશું, પાકિસ્તાનને મોદીનો લલકાર
કેરલ: વડાપ્રધાન નરેંદ્ર મોદી શનિવારે કેરળના કોઝિકોડ પહોંચ્યો હતો. જ્યાં હાલ બીજેપી રાષ્ટ્રીય પરિષદની ત્રણ દિવસોની બેઠક ચાલી રહી છે. વડાપ્રધાને અહીં દીનદયાલ ઉપાધ્યાય પર એક્ઝિબિશનનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યારબાદ ઉરી હુમલાને લઈને મોદીએ પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું હતું કે, 21મી સદી એશિયાની છે. પરંતુ એક દેશને કારણે એશિયા રક્તરંજીત થઈ રહ્યું છે. મોદીએ ઉરી હુમલા અંગે કહ્યું હતું કે, પાડોશી રાષ્ટ્રમાંથી આવેલા આતંકીઓને કારણે દેશના 18 જવાનો શહીદ થયા. હિન્દુસ્તાન આ વાત ક્યારેય ભૂલશે નહીં. અમે ક્યારેય માફ નહીં કરીએ. મોદીએ સભામાં પાકિસ્તાનને ગરીબી દૂર કરવા પણ પડકાર ફેંક્યો હતો.
- છેલ્લા ઘણા મહીનામાં 17 વાર પાડોશી દેશે આતંકવાદીઓને ભારતમાં મોકલીને દેશને વેર-વિખેર કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આપણા જવાનોને તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. આપણા જવાનોએ આતંકીઓની નાપાર ઈરાદાઓને પુરા થવા દીધા નહોતા.
- ઉરીમાં આપણા પાડોશી દેશના લીધે 18 જવાનો શહીદ થયા હતા. આતંકવાદી કાન ખોલીને સાંભળી લે ભારત આ વાતને ક્યારેય નહી ભૂલે.
- ક્યાંય પણ આતંકવાદી ઘટના થાય છે એ વાત સામે આવે છે કે, આતંકવાદીનો એ દેશ સાથે સંબંધ છે. અથવા ઓસામા બિન લાદેનની જેમ આ દેશમાં તે છુપાયેલા છે.
- 21માં સદી પોતાની બનાવવા માટે એશિયાના તમામ દેશ પોતાનું યોગદાન આપી રહ્યા છે. પરંતુ એક દેશ જે ઇચ્છી રહ્યું છે કે 21 મીં સદી એશિયાની ના બને, તે ઇચ્છે છે કે એશિયામાં ખૂન ખરાબો થાય અને રક્તરંજીત થાય.
- એક દેશ ઇચ્છી રહ્યો છે કે, સમગ્ર એશિયા આતંવાદની જપેટમાં આવે, એશિયાની અંદર જ્યાં જ્યાં પણ આતંકવાદની ઘટના બને છે. તે તમામ દેશ એક દેશને જવાબદાર ઠેરવી રહ્યા છે.એક દેશ એશિયામાં ષડયંત્ર કરી રહ્યો છે. એશિયામાં આતંક માટે દેશ જ જવાબદાર છે.
- દુનિયા આજ માની રહી છે કે ભારત આજ સૌથી તેજીથી આગળ વધી રહી છે અર્થવ્યવસ્થા.
- કેરલાના હજારો કાર્યકર્તાઓનું બલિદાન પ્રેરણા રૂપ છે. હું ભરોસો આપુ છેું કે, બલિદાન ક્યારે બેકાર નહી જાય ભાજપા કેરલનું ભાગ્ય બદલશે.
- અમારી સરકાર ગરીબોને સમર્પિત છે.
- ગત શતાબ્દીના ત્રણ મહાન વિચારકો મહાત્મા ગાંધી, દીનદયાલ ઉપાધ્યાય અને લોહિયાએ ભારતના રાજનૈતિક ચિંતનને પ્રભાવિત કર્યું છે.
- 50 વર્ષ પહેલા કોઈ રાજનૈતિક પંડિતે જનસંઘ વિશે કંઈ પણ કહ્યું નહોતું.
- જનસંઘથી શરૂ થયેલી ભાજપા દેશની નંબર વન પાર્ટી બની ગઈ છે. જનતાએ ભાજપાને દેશ સેવાનો મોકો આપ્યો છે.
- પોતાના વિદેશ પ્રવાસ પર કેરળના લોકોને મળ્યો
- દેશમાં કોઈ પણ જગ્યાએ કેરળની પ્રશંસા સાંભળું છું તો ગર્વ મહેસૂસ થાય છે.
- આજે આ ધરતી પર મને ફરીથી આવવાનો સૌભાગ્ય મળ્યું છે. સાધુ, સંતો અને સંસ્કારના લીધે પુરા વિશ્વમાં કેરળનું સમ્માન છે.
- પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત મલયાલયમમાં કરી હતી અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
- PM એ કહ્યું કેરલનું નામ આવતા મનમાં શ્રધ્ધા અને પવિત્રતા ભાવ પેદા થાય છે.
- આજની પૂર્વ સંધ્યાએ મળ્યા છીએ કાલથી દેશ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મશતાબ્દી મનાવશે.
- કેરલમાં દેશનું નં 1 રાજ્ય બનવાની ક્ષમતા છે.
- 21મી સદી એશિયાની સદી બને માટે દેશ તમામ પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ એક દેશ એવો છે જે 21મી સદી એશિયાની ન બને તે માટે સમગ્ર એશિયાને રક્તરંજિત કરવાની સાજિસમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion