શોધખોળ કરો
Advertisement
DRDOએ એન્ટી રેડિએશન મિસાઇલ 'રૂદ્રમ'નુ સખોઇ ફાઇટરથી કર્યુ સફળ પરિક્ષણ, દેશના મિસાઇલ જથ્થામાં થયો વધારો
DRDOઓએ આજે એન્ટી રિડેએશન મિસાઇલ 'રૂદ્રમ'નુ સફળ પરિક્ષણ કર્યુ છે. મિસાઇલ 'રૂદ્રમ'નું પરિક્ષણ સુખોઇ ફાઇટર એરક્રાફ્ટની મદદથી કરવામાં આવ્યુ છે
નવી દિલ્હીઃ દેશમાં મિસાઇલ જથ્થામાં વધારો થયો છે. DRDOઓએ આજે એન્ટી રિડેએશન મિસાઇલ 'રૂદ્રમ'નુ સફળ પરિક્ષણ કર્યુ છે. મિસાઇલ 'રૂદ્રમ'નું પરિક્ષણ સુખોઇ ફાઇટર એરક્રાફ્ટની મદદથી કરવામાં આવ્યુ છે. આ સ્વદેશી મિસાઇલ કોઇપણ પ્રકારના સિગ્નલ કે રિડેએશનને પકડી શકે છે, અને રડાર પર લઇને તેને નષ્ટ કરી શકે છે.
ચાર દિવસ પહેલા ડીઆરડીઓએ એક એન્ટી સબમરીન વેપન સિસ્ટમનુ સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ હતુ, ટારપીડોની સુપરસૉનિક મિસાઇલ-આસિસ્ટેડ રિલીઝને ઓડિશાના તટથી 5 ઓક્ટોબરે 11.45 વાગે સફળતાપૂર્વક ફ્લાઇટ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. મિસાઇલની રેન્જ અને ઉંચાઇ સુધી ઉડાન સહિત તમામ મિશન ઉદેશ્ય, ટૉરપીડોની રિલીઝ અને વેલૉસિટી રિડક્શન મિકેનિઝમ પુરેપુરા પરફેક્ટ હતા.
લેસર ચાલિત એન્ટી ટેન્ક મિસાઇલનુ સફળ પરિક્ષણ...
આ પહેલા પહેલી ઓક્ટોબરે ડીઆરડીઓએ ભારતમાં બનેલી લેસર ચાલિત એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનુ એકવાર ફરીથી સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ હતુ. આ લાંબી દુરી સુધી નિશાન સાધવામાં સક્ષમ છે. આનુ ટેસ્ટિંગ મહારાષ્ટ્રના અહમદનગરમાં એમબીટી ટેન્ક અર્જૂન દ્વારા કેક રેન્જમાં કરવામાં આવ્યુ. આ પહેલા આનો ટ્રાયલ ડ્રૉનનો ટેસ્ટ 22 સપ્ટેમ્બરે કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion