Delhi News: 'કેજરીવાલ, સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને મારા માટે ગાયુ હતું ગીત, પરંતુ પૈસાની લાલચે....' ઠગ સુકેશના ગંભીર આરોપ
સુકેશે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને ગરીબ બાળકોના શિક્ષણમાં કૌભાંડ કર્યું છે
200 કરોડના છેતરપિંડી કેસમાં જેલમાં બંધ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર મીડિયાને પત્ર લખ્યો છે. સુકેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સુકેશે દાવો કર્યો હતો કે 25 માર્ચ, 2017ના રોજ કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને તેમના જન્મદિવસ પર 'યે દોસ્તી હમ નહીં છોડેંગે' ગીત ગાયું હતું, પરંતુ પૈસાની લાલચના કારણે તેમનું વચન તોડ્યું હતું. સુકેશે કેજરીવાલને કહ્યું હતું કે "તમે મને ઠગ કહો છો, પરંતુ તમે સૌથી મોટા કૌભાંડી છો."
સુકેશે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને ગરીબ બાળકોના શિક્ષણમાં કૌભાંડ કર્યું છે. સુકેશે કેજરીવાલ સરકાર પર ટેબલેટ સ્કીમમાં ગોટાળાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સુકેશે પત્રમાં જણાવ્યું હતું કે બાળકોને ટેબલેટના વિતરણ માટે તૈયાર કરવામાં આવેલા પહેલા ડ્રાફ્ટમાં મારા મારફત ચીનની એક કંપની પાસેથી ટેબલેટ ખરીદવામાં આવી રહ્યા હતા પરંતુ બીજી કંપનીએ 20 ટકા વધુ કમિશન આપવાની લાલચ આપી તેથી કેજરીવાલ સરકારે મને ટેન્ડર આપવાને બદલે કોઇ અન્યને ટેન્ડર આપવાનો નિર્ણય લીધો હતો.
'1000 કરોડનું કમિશન લીધું'
સુકેશ ચંદ્રશેખરે સીએમ કેજરીવાલ પર અલગ-અલગ કોન્ટ્રાક્ટ દ્વારા 1000 કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ લગાવ્યો હતો. સુકેશનો દાવો છે કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને મારા મારફતે એક ઇન્ટરનેશનલ ન્યૂઝપેપરમાં દિલ્હી સરકારના વખાણ કરતો આર્ટિકલ પ્રકાશિત કરાવ્યો હતો.
'જો હું તમારા રહસ્યો ED સમક્ષ જાહેર કરું તો...'
સુકેશે તેના પત્રમાં કહ્યું હતું કે કેજરીવાલ જી, તમે જાણો છો કે EDએ મને કસ્ટડીમાં લેતાની સાથે જ ચતુર્વેદી, જેઓ તમારા અને સતેન્દ્ર જૈનના હવાલા ઓપરેટર છે, તેમને પણ સમન્સ મોકલવામાં આવ્યા હતા. 4 દિવસ પહેલા EDએ રહસ્યો જાહેર કર્યા હતા. ચાર દિવસ અગાઉ ઇડીની સામે મે મારા નિવેદનમાં તમારા, સત્યેન્દ્ર જૈન અને ચતુર્વેદીના રહસ્યો ખોલ્યા હતા. તો તમે તરત જ સત્યેન્દ્ર જૈનને મંત્રી પદ પરથી હટાવી દીધા હતા. પરંતુ આ નિર્ણય તમે નવ મહિનાથી લીધો નહોતો.
Bengaluru: કર્ણાટકમાં BJP ના ધારાસભ્યના ઘરમાંથી છ કરોડ રોડકા મળ્યા, દીકરો 40 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લોકાયુક્તના દરોડામાં ભાજપના ધારાસભ્યના ઘરમાંથી લગભગ છ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. વાસ્તવમાં આ અગાઉ લોકાયુક્તે ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના પુત્રને 40 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો. ત્યારબાદ તેમની ઓફિસ અને ધારાસભ્યના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ભાજપના ધારાસભ્યના પુત્રની લોકાયુક્ત દ્ધારા ધરપકડ કરવામાં આવી છે.
લોકાયુક્ત દ્વારા મોડી રાત્રે કરાયેલા દરોડામાં બીજેપી ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના ઘરેથી 6 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સિવાય ધારાસભ્યના પુત્ર પ્રશાંત મદલની ઓફિસમાંથી 1.7 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. હવે ધારાસભ્યની પણ પૂછપરછ માટે લોકાયુક્ત કચેરી દ્વારા સમન્સ જાહેર કરવામાં આવી શકે છે.