શોધખોળ કરો

Supaul Firing in School: સ્કૂલમાં બંદૂક લઈને પહોંચ્યો 6 વર્ષનો બાળક, ત્રીજા ધોરણના વિદ્યાર્થીને મારી દીધી ગોળી

Supaul News: આ ઘટના ત્રિવેણીગંજના લાલપટ્ટીમાં આવેલી એક ખાનગી બોર્ડિંગ સ્કૂલમાં બની હતી. ઘાયલ વિદ્યાર્થીના પરિવારજનોએ આ સમગ્ર મામલે શાળા પ્રશાસન અને પોલીસ પાસે તપાસની માંગ કરી છે.

Supaul Firing in School: બિહાર(Bihar)ના સુપૌલ(Supaul )માં બુધવારે (31 જુલાઈ) સવારે 3મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને અન્ય એક છોકરાએ ગોળી મારી હતી. આ ઘટના ત્રિવેણીગંજના લાલપટ્ટીમાં આવેલી એક ખાનગી બોર્ડિંગ સ્કૂલ (School)માં બની હતી. જે બાળકને ગોળી વાગી તેની ઉંમર 10 થી 12 વર્ષની આસપાસ હશે. ગોળી તેના ડાબા હાથની હથેળીમાં વાગી હતી અને તેમાંથી પસાર થઈ હતી. જોકે, શૂટિંગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

આ ઘટના બાદ શાળામાં ચકચાર મચી ગઈ હતી

ઘાયલ બાળકને સારવાર માટે સબ-ડિવિઝનલ હોસ્પિટલ ત્રિવેણીગંજમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની અહીં સારવાર ચાલી રહી છે. જોકે તેની હાલત ખતરાની બહાર છે. આ ઘટના બાદ શાળામાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

બાળક સુધી હથિયાર કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે

હાલ આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે બાળક પર ગોળી મારનાર બાળક પાસે હથિયાર કેવી રીતે આવ્યું? પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોળી મારનાર વિદ્યાર્થી પણ આ શાળાનો જ બાળક છે. તેની ઉંમર 6-7 વર્ષની આસપાસ હશે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અગાઉ ફાયરિંગ કરનાર વિદ્યાર્થીના પિતા આ સ્કૂલમાં ગાર્ડ તરીકે કામ કરતા હતા. ગોળી ચલાવનાર વિદ્યાર્થી નર્સરીમાં અભ્યાસ કરે છે.

આરોપી વિદ્યાર્થીના પિતા શાળામાંથી ભાગી ગયા 

આ મામલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિવાર (કાકા)એ જણાવ્યું કે, શાળાના પ્રિન્સિપાલે જાણ કરી કે તમારા બાળકને ગોળી વાગી છે. હોસ્પિટલમાં આવો. તો બીજી તરફ આરોપી વિદ્યાર્થીના પિતાને જાણ થતાં તેઓ પણ શાળાએ પહોંચ્યા હતા. તેણે ઝડપથી પ્રિન્સિપાલના ટેબલ પરથી બંદૂક લીધી અને તેના પુત્ર સાથે સ્કૂલની દિવાલ કૂદીને ભાગી ગયો. તેણે પોતાનું બાઇક શાળામાં જ છોડી દીધું હતું. ઘાયલ વિદ્યાર્થીના પરિવારજનોએ આ સમગ્ર મામલે શાળા પ્રશાસન અને પોલીસ પાસે તપાસની માંગ કરી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું ન હતું. જોકે, ફાયરિંગની ઘટનાથી સમગ્ર સ્કૂલમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઉપરાંત બાળકો પણ ડરી ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો

Election Live Update: વાવ વિધાનસભામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 55% મતદાન,આ મથકે થયું 65 ટકા મતદાન

Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ

બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jharkhand Elections 2024: પહેલા તબક્કાની 48 બેઠકો માટે મતદાન શરૂ, જુઓ અપડેટ્સSwarupji Thakor: BJP: ‘પરિવર્તન કે પુનરાવર્તન’ ભાજપ નેતા સ્વરૂપજીએ શું આપ્યો જવાબ?Vav Bypoll Election Voting:ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ, વહેલી સવારથી વોટિંગ કરવા ઉમટ્યા મતદારોSwarupji Thakor: BJP: ‘7 વર્ષથી ભાજપ ના આવવાના કારણે...’ વોટિંગ પહેલા આ શું બોલ્યા સ્વરૂપજી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
Election Live Update: વાવ વિધાનસભામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 55% મતદાન,આ મથકે થયું 65 ટકા મતદાન
Election Live Update: વાવ વિધાનસભામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 55% મતદાન,આ મથકે થયું 65 ટકા મતદાન
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
RIL Share Price: રિલાયન્સના શેરમાં આવી શકે છે 70 ટકાનો ઉછાળો! આ વિદેશી ફર્મે કર્યો મોટો ધડાકો

Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?

'પ્રેમિકાને કિસ કરવી કે ગળે લગાવવું ગુનો નથી ', હાઇકોર્ટે જાતીય સતામણી મામલે આપ્યો મોટો ચુકાદો

Railway Recruitment 2024: ભારતીય રેલવેમાં 1700થી વધુ પદો પર ભરતી, પરીક્ષા વિના મળશે નોકરી

Embed widget