શોધખોળ કરો
Advertisement
CAA પર સુપ્રીમ કોર્ટનો વચગાળાના આદેશનો ઇનકાર, કેન્દ્રને 4 સપ્તાહમાં જવાબ આપવા કહ્યું
CAA મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આસામ, પૂર્વોત્તર, ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી અરજીઓ માટે અલગ કેટેગરી બનાવી છે
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાની પ્રક્રિયા પર હાલ કોઇપણ વચગાળાનો આદેશ આપવા સુપ્રીમ કોર્ટે ઇનકારી કરી દીધો છે. કોર્ટે આ મામલો બંધારણીય પીઠના હવાવે કરવાનો આદેશ આપી હવે પીછીની સુનાવણીમાં ફેસલો કરવાનુ કહ્યું છે. CAA પર આવેલી 144 અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.
CAA મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આસામ, પૂર્વોત્તર, ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી અરજીઓ માટે અલગ કેટેગરી બનાવી છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે, હાલ આ મામલે સ્ટે લાવવા યોગ્ય નથી. ચાર અઠવાડિયા બાદ સાંભળીને નિર્ણય કરવામાં આવશે.
નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAAને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે 144 અરજીઓ પર સુનાવણી હાથ ધરાઇ રહી હતી, મોટા ભાગની અરજીઓ CAAના વિરોધને લઇને આવેલી છે. 17 ડિસેમ્બરે થયેલી ગત સુનાવણીમાં કોર્ટે કાયદા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.
આ બધી અરજીઓમાં સંસદમાંથી પાસ થયેલા કાયદાને બંધારણની વિરુદ્ધ બતાવવામાં આવ્યો છે. આમાં કહેવાયુ છે કે, કલમ 14 અંતર્ગત દરેક વ્યક્તિને કાયદાની રીતે સમાનતાનો મૌલિક અધિકાર મળ્યો છે. સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ આનુ હનન કરી રહ્યો છે.SC says it will not grant any stay on CAA without hearing Centre
— Press Trust of India (@PTI_News) January 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દેશ
ગુજરાત
Advertisement