શોધખોળ કરો
Advertisement
દહી-હાંડી ઉત્સવ પર સુપ્રીમ કોર્ટે મંજૂર રાખ્યો બૉમ્બે હાઈકોર્ટનો નિર્ણય
નવી દિલ્લી: જન્માષ્ટમીના દિવસે થનાર દહી-હાંડીના ઉત્સવને લઈને આજે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઈકોર્ટના નિર્ણય માન્ય રાખ્યો છે. મહારાષ્ટ્ર સરકારની અરજી પર સૂનવણી કરતા કોર્ટે કહ્યું માનવ પિરામિડની ઉંચાઈ 20 ફૂટથી વધારે હશે નહીં. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં 2014ના એક નિર્ણયને સ્પષ્ટ કરવા માટે અરજી દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે 11 ઓગસ્ટ, 2014ના દિવસે બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને એક સર્કુલર જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો. તેના પ્રમાણે દહી-હાંડી ઉત્સવમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ભાગ લેવા પર રોક લગાવવા અને માનવ પિરામિડની ઉંચાઈ 20 ફૂટથી વધારે ન રાખવાની વાત કહી હતી. જેના પછી આયોજકોની અરજી પર સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવતા 12 વર્ષ સુધીના બાળકોને ભાગ લેવા માટે મંજૂરી આપી દીધી હતી, અને ઉંચાઈના આદેશ ઉપર પણ રોક લગાવી દીધી હતી. પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે આ અરજીને હટાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement