(Source: ECI/ABP News/ABP Majha)
Survey: કયા બે કારણોસર સતત ચૂંટણીઓ જીતી રહ્યાં છે નરેન્દ્ર મોદી ? સર્વેમાં થયો ખુલાસો
ABP અને CVoter દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હોવા છતાં નરેન્દ્ર મોદીને ટક્કર આપવી એટલી સરળ નથી
Survey For Lok Sabha Election 2024: દેશભરમાં અત્યારે નરેન્દ્ર મોદીની બોલબાલા છે, દરેક ચૂંટણીમાં મોદી તમામ વિપક્ષી પાર્ટીઓ પર ભારે પડી રહ્યાં છે, આવું કેમ થઇ રહ્યું છે, કયા કારણોસર નરેન્દ્ર મોદી સતત ચૂંટણીઓ જીતી રહ્યાં છે, હવે આ વાતનો ખુલાસો એક સર્વેમાં થયો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર પર સવાર થઈને ભાજપે 282 બેઠકો જીતી હતી. 2019ની લોકસભા ચૂંટણી સુધીમાં આ લહેર મોદી સુનામીમાં ફેરવાઈ ગઈ હતી. કેટલાકે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિંદુત્વની રાજનીતિની અસર ગણાવી હતી, તો કેટલાકે તેને ભાજપની રાજકીય વિચારધારામાં રાષ્ટ્રવાદની છટા ગણાવી હતી. આ વાત પણ સાચી લાગે છે. તાજેતરમાં સામે આવેલા એક સર્વેમાં પણ આ દાવો કરવામાં આવ્યો છે.
ABP અને CVoter દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હોવા છતાં નરેન્દ્ર મોદીને ટક્કર આપવી એટલી સરળ નથી. સર્વેમાં સામે આવ્યું છે કે પીએમ મોદી પાસે બે એવા રાજકીય હથિયાર છે, જે કોઈપણ પક્ષને લાચાર બનાવી દે છે. જાણો આ કયા બે હથિયાર છે જેના કારણે પીએમ મોદી સતત ચૂંટણી જીતી રહ્યા છે ?
હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની આસપાસ ફરે છે પીએમ મોદીની રાજનીતિ -
સર્વેમાં લોકોને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું તમને લાગે છે કે પીએમ મોદીની રાજનીતિ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની આસપાસ ફરે છે? સર્વેમાં સામેલ 58 ટકા લોકોએ હા માં જવાબ આપ્યો. આ તમામ લોકો માને છે કે પીએમ મોદીની રાજનીતિ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની આસપાસ ફરે છે. વળી, 23 ટકા લોકોએ આને નકારી કાઢી છે, જ્યારે 19 ટકા લોકોએ આ પ્રશ્ન પર કંઈ ન બોલવાનો ઓપ્શન પસંદ કર્યો.
ભારતીય રાજકારણના દૃષ્ટિકોણથી, આ બંને કારણો મોટી સંખ્યામાં લોકોને અસર કરે છે. સર્વેના પરિણામો પર નજર કરીએ તો સ્પષ્ટ રીતે દેખાય છે કે 58 ટકા લોકો માને છે કે, પીએમ નરેન્દ્ર મોદીની રાજનીતિમાં હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનું મિશ્રણ છે. જેના પર 58 ટકા લોકોએ આને ધ્યાનમાં રાખીને પોતાની મહોર મારી દે છે.
પીએમ મોદીની રાજનીતિ પર કયા મુદ્દાઓની અસર વધુ છે ?
સર્વેમાં ભાગ લેનારા 23 ટકા લોકોનું માનવું છે કે, પીએમ મોદીની રાજનીતિને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવાદેવા નથી. વળી, 19 ટકા લોકોનું માનવું છે કે તેઓ આ પ્રશ્ન પર પોતાનો અભિપ્રાય આપી શકશે નહીં.