શોધખોળ કરો
Advertisement
આસામના તિનસુકિયામાં ઉલ્ફા ઉગ્રવાદીઓનો હુમલો, પાંચ યુવકોની કરી હત્યા
નવી દિલ્હીઃ આસામના તુનસુકિયામાં શંકાસ્પદ ઉગ્રવાદી હુમલો થયો છે. રિપોર્ટ મુજબ આ ઉગ્રવાદી હુમલામાં પાંચ યુવકોના મોત થયા છે. ઉલ્ફા આતંકવાદીઓએ તેમનું અપહરણ કરીને તેમની ગોળી મારીને હત્યા કરી હતી. આ પાંચ યુવકો પશ્વિમ બંગાળના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, ગુરુવારે થયેલા આ હુમલામાં ઉગ્રવાદીઓએ છ યુવકોનું અપહરણ કર્યુ હતું અને બાદમાં ઉગ્રવાદીઓ તેમને બ્રહ્મપુત્ર નદી કિનારે લઇ ગયા હતા અને તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળ પર મોત થયા હતા જ્યારે એકનું હોસ્પિટલ લઇ જતા સમયે મોત થયું હતું. એક ઘાયલ યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આસામ પોલીસના એડીજીપી મુકેશ અગ્રવાલે કહ્યું કે, હુમલા પાછળ ઉલ્ફા (આઇ)ના ઉગ્રવાદીઓનો હાથ છે.
પશ્વિમ બંગાળી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ હુમલાની નિંદા કરી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે શું આ એનઆરસીને કારણે થયો છે. મમતાએ કહ્યું કે, આ લોકોના મોત પર દુખ છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના જાહેર કરવા માટે તેમની પાસે શબ્દો નથી. હુમલાના દોષિતોને તરત સજા મળવી જોઇએ. આ અગાઉ આસામના ગુવાહાટીમાં 13 ઓક્ટોબરના રોજ વિસ્ફોટ થયો હતો જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement