શોધખોળ કરો

Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'

Swati Maliwal News: AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પોતાની સાથે બનેલી ઘટના બાદ પોતાનો પહેલો ઈન્ટરવ્યુ આપ્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેણે ઘણા આરોપો લગાવ્યા હતા.

Swati Maliwal News: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પહેલીવાર ઈન્ટરવ્યુ આપ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેણીએ કહ્યું કે તે 13 મેના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રીને મળવા તેમના ઘરે ગઈ હતી. ત્યાં સ્ટાફે મને ડ્રોઈંગ રૂમમાં બેસાડી. તે જ સમયે બિભવ કુમાર ત્યાં આવે છે અને તેણે મને એકસાથે સાત-આઠ થપ્પડ મારી. મેં તેને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો તો તેણે મારો પગ પકડી લીધો. મને નીચે ઢસડી.

કોઈ મદદ કરવા ન આવ્યું- સ્વાતિ માલીવાલ

સ્વાતિ માલીવાલે કહ્યું, મારું માથું ટેબલ સાથે અથડાયું. હું નીચે પડી ગઈ. પછી તેઓએ મને લાત મારવાનું શરૂ કર્યું. મેં ખૂબ જોરથી ચીસો પાડી પણ કોઈ મદદ કરવા ન આવ્યું.

સ્વાતિ માલીવાલ ભાવુક થઈ ગયા

AAP સાંસદે ભાવુક થઈને કહ્યું, મેં એ ન વિચાર્યું કે મારું શું થશે. મારી કારકિર્દીનું શું થશે? આ લોકો મારી સાથે શું કરશે? મેં ફક્ત એટલું જ વિચાર્યું કે મેં બધી સ્ત્રીઓને જે કહ્યું છે તે એ છે કે તમારે હંમેશા સત્ય સાથે ઊભા રહેવું જોઈએ… જો તમારી સાથે કંઈક ખોટું થયું હોય તો ચોક્કસ લડવું, તો હું આજે જાતે કેવી રીતે ન લડી શકું.

'રોજ કહેવાય છે કે હું ભાજપની એજન્ટ છું'

સ્વાતિ માલીવાલે કહ્યું, મારી વિરુદ્ધ આખી પાર્ટીને લાવવામાં આવી છે. દરરોજ પ્રેસ કોન્ફરન્સ થાય છે. દરરોજ એવું કહેવામાં આવે છે કે હું ભાજપની એજન્ટ છું. હું નવ વર્ષથી જાહેર જીવનમાં છું. તે પહેલા હું 2006 થી કામ કરતી હતી. હું આ દેશમાં ઘણા મોટા મુદ્દાઓ ડર્યા વગર ઉઠાવ્યા છે. તો હું આજે ભાજપની એજન્ટ બની ગઈ?.

આ સાથે તેણે કહ્યું કે, મેં ફરિયાદ નોંધાવી ત્યાં સુધી હું લેડી સિંઘમ હતી, હું આ દેશની મહિલાઓની પ્રખર અવાજ હતી? પરંતુ ફરિયાદ નોંધાવતાની સાથે જ હું બીજેપીની એજન્ટ બની ગઈ. એવું કહેવાય છે કે ભાજપે મને ડરાવી છે.  આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હું રાજીનામું નહીં આપુું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણAhmedabad NRI murder Case:  અમદાવાદના શાહપુરમાં NRI યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Embed widget